કોરોના શિયાળામાં વધુ ઘાતક બનશે

(પ્રતિનિધિ દ્વારા)
નવી દિલ્હી તા.ર3
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં કોરોના વાયરસના દર્દીઓના રિકવરી રેટમાં સતત સુધારો આવી રહ્યો છે. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણએ જણાવ્યું કે ભારતમાં રિકવરી રેટ 80 ટકાને પાર પહોંચી ગયો છે. દેશમાં ઝડપથી ફેલાઇ રહેલા કોરોના સંક્રમણના કેસ મામલે સ્વાસ્થ્ય મંત્રાલયની ચિંતા વધારી દીધી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર આગામી ત્રણ મહીના ખૂબ પડકારજનક રહી શકે છે. શિયાળામાં કોરોના વાયરસ વધુ ધાતક બની શકે છે. એટલું જ નહી દેશમાં તહેવારની સિઝન શરૂ થઇ ચૂકી છે. એવામાં સંક્ર્મણ વધુ ઝડપથી ફેલાઇ શકે છે.
દેશમાં મંગળવારે કોરોનાનો આંકડો 55 લાખને પાર પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ઝડપથી વધી રહેલા આંકડા પર ચિંતા વ્યક્ત કરી છે. મંત્રાલયના અનુસાર આગામી ત્રણ મહિના મોટો પડકાર રહેશે. શિયાળામાં વાયરસ વધુ ઘાતક થઇ શકે છે. એટલું જ નહી આગામી દિવસોમાં તહેવારની સિઝન છે તે સમયે સંક્રમણ વધુ ઝડપથી ફેલાઇ શકે છે.

રિલેટેડ ન્યૂઝ