TIMEએ મોદીને વૈશ્ર્વિક પ્રભાવી નેતા ગણાવ્યા ખરા, પણ…

ભાજપે મુસલમાનોને ટાર્ગેટ કર્યા એવો ટોણો માર્યો
વિરોધને દબાવવા કોરોના મહામારીનું બહાનું મળ્યું

ટાઇમના લિસ્ટમાં સામેલ 10 મોટી હસ્તી

 1. નરેન્દ્ર મોદી, વડાપ્રધાન
 2. ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકાના રાષ્ટ્રપતિ
 3. જો બાઈડન, અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઉમેદવાર
 4. કમલા હેરિસ, અમેરિકાની ઉપરાષ્ટ્રપતિ ઉમેદવાર
 5. નેન્સી પેલોસી, અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેજેન્ટેટિવના સ્પીકર
 6. એન્જેલા મર્કેલ, જર્મનીની ચાન્સેલર
 7. શી-જિનપિંગ,ચીનના રાષ્ટ્રપતિ
 8. નાઓમી ઓસાકા, જાપાનના ટેનિસ ખેલાડી
 9. સુંદર પિચાઈ, ગૂગલના સીઈઓ
 10. આયુષ્માન ખુરાના, એક્ટર
 11. રવીન્દ્ર ગુપ્તા, કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ક્લિનિકલ માઈક્રોબાયોલોજીના પ્રોફેસર

(પ્રતિનિધિ દ્વારા) ન્યુયોર્ક તા. 23
અમેરિકન ટાઈમ મેગેઝિને વડાપ્રધાન મોદીને દુનિયાના 100 સૌથી પ્રભાવશાળી લોકોના લિસ્ટમાં સામેલ કર્યા છે, પરંતુ ક્યાંક તીખી કોમેન્ટ પણ કરી છે. ટાઈમના એડિટર કાર્લ વિકે લખ્યું છે કે ભારતની 1.3 અબજની વસતિમાં ઈસાઈ, મુસ્લિમ, શીખ બૌદ્ધ, જૈન અને અન્ય ધર્મોના લોકો સામેલ છે. નરેન્દ્ર મોદીએ શંકામાં મૂકી દીધા છે.
વિકે લખ્યું છે કે ‘ભારતના મોટા ભાગના વડાપ્રધાન હિન્દુ સમુદાય(દેશની 80% વસતિ)માંથી આવ્યા છે, પણ માત્ર મોદી એ પ્રકારનું કામકાજ કરી રહ્યા છે જાણે બીજું કંઈ તેમના માટે મહત્ત્વનું નથી. મોદી એમ્પાવરમેન્ટના વાયદા સાથે સત્તામાં આવ્યા. તેમની હિન્દુ રાષ્ટ્રવાદી ભાજપે માત્ર એલિટીઝ્મને જ નહીં, પણ પ્લૂરલિઝ્મને પણ ફગાવી દીધું, જેમાં ખાસ કરીને મુસલમાનોને ટાર્ગેટ કરવામાં આવ્યા. વિરોધને દબાવવા માટે મહામારીનું બહાનું મળી ગયું અને આ રીતે દુનિયાનું સૌથી વાઈબ્રન્ટ લોકતંત્ર અંધારામાં જતું રહ્યું.’
નાગરિકતા કાયદા વિરુદ્ધ દિલ્હીના શાહીન બાગમાં થયેલા દેખાવમાં સામેલ રહેલી 82 વર્ષની બિલ્કિસ બાનોને પણ ટાઈમના લિસ્ટમાં સ્થાન આપવામાં આવ્યું છે. પત્રકાર રાણા અય્યુબે તેમના વિશે લખ્યું છે કે બિલ્કિસ એક હાથમાં તિરંગો પકડી અને બીજા હાથમાં માળા જપતાં સવારે 8 વાગ્યાથી માંડી રાતે 12 વાગ્યા સુધી ધરણાં પર બેઠાં હતાં.
ભારતીય મૂળના પિચાઈને પણ ટાઈમના લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. તેમના વિશે કહેવામાં આવ્યું છે કે ભારતથી આવીને અમેરિકામાં કામ કરવા અને 1 ટ્રિલિયન ડોલરની કંપનીના ઈઊઘ બનવા સુધીની તેમની કહાણી ખાસ છે. જે એ દેખાડે છે કે આપણે આપણી સોસાયટી માટે શું ઈચ્છા રાખીએ છીએ. તેમણે પોતાના કુદરતી ગુણોનો ઘણો સારો ઉપયોગ કર્યો છે.
આયુષ્માન ખુરાના પણ લિસ્ટમાં સામેલ
આયુષ્માન ખુરાના એકમાત્ર ભારતીય અભિનેતા છે, જેમને આ વર્ષે ટાઈમના 100 સૌથી પ્રભાવશાળી લોકોના લિસ્ટમાં સ્થાન મળ્યું છે. તેમના માટે અભિનેત્રી દીપિકા પાદુકોણે લખ્યું કે આયુષ્માન એવાં પાત્રોમાં પણ ઘણી સારી રીતે ઘૂસી જાય છે, જેને એકદમ સ્ટીરિયોટાઈપ ગણવામાં આવે છે. તેમણે ઘણી યાદગાર ફિલ્મો આપી છે.

રિલેટેડ ન્યૂઝ