ક્રિકેટરોની પત્ની પણ ડ્રગ્સની બંધાણી: અભિનેત્રીનો ધડાકો

(પ્રતિનિધિ દ્વારા)
મુંબઈ: તા.24
બોલિવૂડ અભિનેત્રી શર્લિન ચોપડાએ ફિલ્મ ઈંડસ્ટ્રીમાં ઝડપથી ફેલાઈ રહેલા ડ્રગ્સના મુદ્દાને લઈને એક ખાનગી ચેનલ સાથે વાતચીત કરી હતી.
શર્લિન ચોપડાએ કહ્યું એનસીબી જે કામ કરી રહી છે ખુબ સારૂ કામ કરી રહી છે. તેની સાથે શર્લિન ચોપડાએ મોટો ખુલાસો કરતા કહ્યું કે મોટા ક્રિકેટર્સ અને સુપરસ્ટાર્સની પત્નિઓ પણ ડ્રગ્સ લે છે. શર્લિને કહ્યું કે એનસીબી જે કામ કરી રહી છે. ખુબ સારૂ કામ કરી રહી છે. આટલા વર્ષોથી અમે એ માનતા હતા કે જે અમારા સુપરસ્ટાર્સ છે તે અમારા દેવી દેવતા છે. આજે તે તમામ દેવી દેવતાઓની અસલીયત સામે આવી ગઈ છે. આ લોકો માલ લે છે. માલ કેટલી વખત લે છે. ક્યારે ક્યારે લે છે. હવે જણાવશે આ લોકો એનસીબીની પાસે જઈને.

ક્રિકેટ સ્ટાર્સની પત્ની કોકિન પીતી હતી
શર્લિન ચોપડાએ ડ્રગ્સ પાર્ટી વિશે વાત કરતા કહ્યું કે હું કોલકાતા ગઈ હતી ‘કેકેઆર’ની મેચ જોવા માટે. મેચ પછી પાર્ટી રાખવામાં આવી હતી. હું પણ એ પાર્ટીમાં ગઈ હતી. તે પાર્ટીમાં મેં જોયું કે ક્રિકેટર્સ, બોલિવૂડ સેલિબ્રિટીઓ બધા જ દમ મારો દમ કરી રહ્યા હતા. ત્યાં દરેકની સાથે મેં ડાન્સ અને મસ્તી કરી હતી. હું ડાન્સ કરતા કરતા થાકી ગઈ હતી. તો હું ફ્રેશ થવા માટે વોશરૂમમાં ગઈ હતી. ત્યાં જે થઈ રહ્યું હતું તે જોઈને હું હેરાન થઈ ગઈ હતી.
તેણે આગળ જણાવ્યું કે આપણા ક્રિકેટ સુપરસ્ટાર્સની પત્નિઓ છે તે વ્હાઈટ પાઉડર એટલે કે કોકિન સ્નોટ કરી રહી હતી. આ જોઈને મને લાગ્યું કે આ લોકો શું કરી રહ્યા છે અને શા માટે કરી રહ્યા છે. પછી તે સ્માઈલ કરી રહી છે. મેં પણ તેને સ્માઈલ આપી અને ત્યાંથી નિકળી ગઈ. મને થયું કે હું ખોટી જગ્યા પર આવી ગઈ છું. તેના પછી મેં જોયું તો દરેક વાતો કરી રહ્યા હતા. પાર્ટી કરી રહ્યા હતા. ડ્રગ્સ પછી પાર્ટી પુરી નથી પરંતુ એક પછી એક પાર્ટી થતી રહે છે.
જો કે હાલમાં તો શર્લિને કોઈપણ ક્રિકેટર અથવા તો તેમની પત્નિનું નામ લીધુ નથી. તેણે કહ્યું કે જ્યારે એનસીબી દ્વારા બોલાવવામાં આવશે તો દરેક માહિતી આપવામાં આવશે. તેણે કહ્યું કે જેના જેના નામો સામે આવી રહ્યા છે માત્રે એટલા જ લોકો નથી. પરંતુ આ કનેક્શન બહુ મોટું છે. અત્યાર સુધી એનસીબી મોટા પ્લેયરો સુધી પહોંચી નથી. મને આ આશા છે કે તે જલદીથી પહોંચી જશે. આવનારા દિવસોમાં ડ્રગ્સ સિંડિકેટના મોટા પ્લેયર્સ સુધી એનસીબી પહોંચશે. જ્યારે તેમને બોલાવવામાં આવશે ત્યારે લોકોને ખબર પડશે કે આ કનેક્શન કેટલું મોટું છે.
સ્ટાર્સની વાઈફ ઉપર નિશાન સાધતા શર્લિને કહ્યું કે સ્ટાર પત્નિઓ જેમના વિશે આપણે વાંચીએ છીએ તેના બેગની કિંમત, તેમના શુઝની કિંમત. હવે આપણે લોકોને માહિતી મેળવવી જોઈએ કે આ લોકો ક્યો માલ લે છે. આ સાથે જ શર્મિનના ક્વાન કંપની વિશે વાત કરી રહી. તેણે કહ્યું કે ક્વાનનો જે માલિક છે તે ખુબ જ ખરાબ રીતે ફસાયો છે. જ્યારે હું તેમને મળવા ગઈ તો તેના પહેલા મને તેમના વિશે ખબર નહોતી. મુલાકાત પછી ખબર પડી ગઈ કે તે કેટલો ખરાબ છે. તેણે ખુબ જ ખરાબ ખરાબ વાતો કરી. હું તૈયાર થઈને તેને મળવા ગઈ હતી. તેણે મને ઉપરથી લઈને નીચે સુધી ખરાબ નજરે જઈ હતી. મેં એમને પૂછ્યુ કે શું થયું છે ? ફાટેલા કપડા પહેલી લીધા છે કે શું ? કે પછી કંઈ દાગ નથી લાગ્યો ને ? એટલામાં તેણે મને પૂછ્યું કે આ જે તમારા બ્રેસ્ટ છે તે રીયલ છે છું ? એક બહુ જ ખરાબ માણસ જ આવી વાતો કરી શકે છે.

રિલેટેડ ન્યૂઝ