નોકરિદાતાઓ માટે ઢાલરૂપ બિલ પસાર

(પ્રતિનિધિ દ્વારા)
નવી દિલ્હી તા.ર4
રાજ્યસભાને ગઇકાલે જ અનિશ્ર્ચિત સમય માટે સ્થગિત કરી દેવાતાં રાજ્યસભામાં ચોમાસું સત્ર સમાપ્ત થઇ ગયું હતું. વિપક્ષ દ્વારા બહિષ્કાર અને સાંસદોમાં કોરોના સંક્રમણને ધ્યાનમાં લેતાં રાજ્યસભાની કાર્યવાહી અનિશ્ર્ચિત મુદત માટે સ્થગિત કરી દેવાઇ હતી. 10 બેઠકમાં રાજ્યસભામાં 25 ખરડા પસાર કરાયા હતા અને 6 અન્ય ખરડા ગૃહમાં રજૂ કરાયા હતા. રાજ્યસભામાં ગઇકાલે વિપક્ષની ગેરહાજરી વચ્ચે શ્રમ સુધારા માટેના 3 મહત્ત્વના ખરડા પસાર કરાયા હતા. સંસદ દ્વારા 3 લેબર કોડ પર વાગેલી મહોરના કારણે હવે નોકરીદાતાઓને કર્મચારીને નોકરી રાખવા અને કાઢી મૂકવામાં સરળતા રહેશે. તે ઉપરાંત કામદારોને સામાજિક સુરક્ષા ઉપલબ્ધ થશે. કોડ ઓન ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન્સ, ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ કોડ અને સોશિયલ સિક્યુરિટી કોડને રાજ્યસભામાં પસાર કરાતાં સંસદની મંજૂરી મળી ગઇ છે. મંગળવારે લોકસભામાં આ ત્રણે કોડ પસાર કરી દેવાયા હતા. તે ઉપરાંત બુધવારે રાજ્યસભામાં જમ્મુ એન્ડ કાશ્મીર ઓફિશિયલ લેંગ્વેજ બિલ, બાયલેટરલ નેટિંગ ઓફ ક્વોલિફાઇડ કોન્ટ્રાક્ટ્સ બિલ, ફોરેન કન્ટ્રિબ્યૂશન એમેન્ડમેન્ટ બિલ પસાર કરી દેવાયાં હતાં.
આટલી ઉતાવળ શા માટે: આરએસએસ
આરએસએસ સાથે સંકળાયેલા ભારતીય મજદૂર સંઘે સંસદમાં પસાર કરાયેલા લેબર કોડનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, સરકારે જે રીતે સંસદમાં લેબર કોડ પસાર કર્યાં છે તેનો અમે વિરોધ કરીએ છીએ. સરકારે સંસદમાં લેબર કોડ પર ચર્ચા કરાવી નથી અને અમારી મહત્ત્વની માગણીઓની અવગણના કરી છે. ભારતીય મજદૂર સંઘે સોશિયલ સિક્યુરિટી, સુરક્ષાની જોગવાઇઓને તમામ કામદારો માટે લાગુ કરવાની માગ કરી હતી. હાલ આ સુવિધાઓ 10 કે તેથી વધુ કામદાર કામ કરતા હશે તેવા એકમોમાં જ અપાશે.
10 ટ્રેડ યુનિયનના દેશવ્યાપી દેખાવો
કેન્દ્ર સરકાર દ્વારા શ્રમ કાયદાઓમાં સુધારા માટે સંસદમાં પસાર કરાયેલા 3 લેબર કોડ, સરકારી કંપનીઓના ખાનગીકરણ અને મહત્ત્વના સેક્ટરોમાં 100 ટકા એફડીઆઇની પરવાનગીના વિરોધમાં બુધવારે 10 મજૂર સંગઠનો દ્વારા દેશવ્યાપી દેખાવો કરાયા હતા. ટ્રેડ યુનિયનોનો આરોપ છે કે સરકાર દ્વારા કરાયેલા શ્રમ સુધારા કામદાર વિરોધી છે. બુધવારે સવારે દિલ્હીમાં જંતરમંતર ખાતે ઈંગઝઞઈ, અઈંઝઞઈ, ઇંખજ, ઈઈંઝઞ, અઈંઞઝઞઈ, ઝઞઈઈ, જઊઠઅ, અઈંઈઈઝઞ, કઙઋ, ઞઝઞઈ દ્વારા ઉગ્ર વિરોધપ્રદર્શન કરાયાં હતાં. મજૂર સંગઠનોએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની નીતિઓ કામદારોના હિતોની વિરુદ્ધ છે.
કંપની કાયદામાં 48 ફેરફાર
નવી દિલ્હી: રાજ્યસભાએ, કંપની કાયદામાં ફેરફાર માટે કંપની સુધારો બિલ, 2020 પસાર કર્યું. આનો ફાયદો માત્ર મોટી કંપનીઓને જ નહીં, પરંતુ તેમનો ધંધો કરતી નાની કંપનીઓને પણ થશે. દંડની જોગવાઈઓને ગુનાની શ્રેણીમાંથી બાકાત રાખવાની જોગવાઈ છે. ઉપરાંત, ભારતીય કોર્પોરેટ્સને વિદેશી શેર બજારોમાં સૂચિબદ્ધ કરવાની મંજૂરી આપવામાં આવી છે. ગ્રામીણ વિસ્તારની નિર્માતા કંપનીઓ માટે કૃષિ ઉત્પાદકોને લાભ મળે તે માટે એક અલગ પ્રકરણ ઉમેરવામાં આવ્યું છે. સુધારા બિલ દ્વારા, મૂળભૂત કાયદાના 48 કલમોમાં સુધારો કરવામાં છે. જેથી ઘણી પ્રવૃત્તિઓને ગુનાની શ્રેણીમાંથી બાકાત રાખી શકાય. 124 શિક્ષાત્મક જોગવાઈઓ છે. નાની ભૂલોને પૂર્વ ચુકવણી કેટેગરીમાંથી દૂર કરવાનો લાભ મળશે. આવા ગુના માટે તેમને દંડ જ થઈ શકે છે. કંપનીઓના અધિકારીઓને જેલ મોકલવામાં આવશે નહીં. જો કે, દસ દરમિયાન, તેમણે આગ્રહ રાખ્યો હતો કે છેતરપિંડી, બનાવટી અને લોકોના હિતને નુકસાન પહોંચાડનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે કૌભાંડો, અકસ્માતો જેમાં કોઈ જાનહાની થઈ નથી અને આવા 35 મોટા ગુનાઓને કંપની અધિનિયમ 2013 જેવા ગંભીર ગુના તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. કંપનીઓ પર બિનજરૂરી કાનૂની દબાણ ન હોવું જોઈએ અને વ્યવસાયમાં સરળતાને પ્રોત્સાહન આપવું જોઈએ. એવી જોગવાઈઓ કરી છે. જે કંપનીઓના ફાયદામાં છે. જેમાં ખેત ઉત્પાદનોનો ધંધો કરતી કંપનીને મોટો ફાયદો થશે. આ કાયદાઓમાં સુધારો કરવા માટે આંતરરાષ્ટ્રી કંપનીઓ અને સંગઠનનોનું દબાણ ભાજપ સરકાર પર અંદરથી હતું.

રિલેટેડ ન્યૂઝ