અનલોક થિયેટરોમાં સૌ પહેલા PM મોદીની ‘ફિલ્લમ ઉતરશે!’

લાંબા સમયથી
બંધ થિયેટરો 15 ઓકટોબરથી ખુલતા જ પીએમ મોદી
ફિલ્મ દર્શાવાશે

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.10
કોરોના વાયરસને કારણે થિયેટરો લાંબા સમયથી બંધ રાખવામાં આવ્યા છે, જે 15 ઓક્ટોબરથી ઘણા મહિનાઓ બાદ આખરે ખુલશે. આ થિયેટરોમાં આવતા અઠવાડિયે ફિલ્મ ઙખ નરેન્દ્ર મોદી
ફરી એકવાર રિલીઝ થવા જઈ રહી છે.
થિયેટરો બંધ થવાને કારણે ફિલ્મોની રિલીઝ ડેટ પર પણ અસર થઈ છે અને આ કારણે ઘણી ફિલ્મોની રિલીઝ ડેટ લંબાવવી પડી છે.
થિયેટરો ટૂંક સમયમાં શરૂ થવા જઇ રહ્યા છે અને આ થિયેટરોમાં આવતા અઠવાડિયે ફિલ્મ ઙખ નરેન્દ્ર મોદી ફરી એકવાર રિલીઝ થવા જઈ રહી છે, જે ગયા વર્ષે મે મહિનામાં રિલીઝ થઈ હતી.
અભિનેતા વિવેક ઓબેરોય સ્ટારર ઙખ નરેન્દ્ર મોદી એક વર્ષ પછી ફરીથી રિલીઝ થવાની તૈયારીમાં છે અને જ્યારે ઘણી બધી શરતો સાથે થિયેટરો ફરી ખોલવામાં આવશે ત્યારે ફિલ્મ ફરીથી મોટા પડદે રજૂ કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ આવતા સપ્તાહે ફરીથી રિલીઝ થશે.
હવે નિર્માતાઓ દ્વારા ફરીથી પોસ્ટર બહાર પાડવામાં આવ્યું છે. લોકડાઉન પછી ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થનારી આ પ્રથમ ફિલ્મ હશે. આ ફિલ્મ 15 ઓક્ટોબરે રિલીઝ થશે.
દેશના પ્રખ્યાત સેટ ડિઝાઈનર જેમણે મેરી કોમ, સરબજિત જેવી ફિલ્મો બનાવી છે તે ઉમંગ કુમારના નિર્દેશનમાં બનેલી ઙખ નરેન્દ્ર મોદીમાં વિવેક ઓબેરોયે મુખ્ય પાત્ર ભજવ્યું છે. ફિલ્મમાં નરેન્દ્ર મોદીની રાજનીતિમાં પ્રવેશ કરવાની વાર્તા છે, એટલે કે વિદ્યાર્થી જીવનથી લઈને ગુજરાતના મુખ્યમંત્રી બનવા અને પછી દેશના વડાપ્રધાન બનવાની કથા છે. આ ફિલ્મમાં વિવેક ઓબેરોયને નવ જુદા જુદા રૂપમાં બતાવવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે ગત વર્ષે લોકસભાની ચૂંટણી પહેલા આ ફિલ્મ રિલીઝ થવાની હતી, જો કે આચાર સંહિતાને કારણે આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પછી, 24 માર્ચે ચૂંટણી બાદ આ ફિલ્મ રિલીઝ થઈ હતી અને ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર ઊંધા માથે પછડાઈ હતી.

રિલેટેડ ન્યૂઝ