TRP-કાંડ: BARCની 12 સપ્તાહની રેટિંગ્સ પાબંધી

(પ્રતિનિધિ દ્વારા)
મુંબઈ તા.15
ટીઆરપીને લઇ મચેલા ધમાસણની વચ્ચે બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ બીએઆરસીએ મોટો નિર્ણય કર્યો છે. ટીવી રેટિંગ્સ કરનાર આ સંસ્થા હાલ સાપ્તાહિક રેટિંગ્સ રજૂ કરશે નહીં. ટીઆરપી સાથે છેડછાડનો મામલો હાલ કોર્ટમાં છે. બીએઆરસીએ 12 સપ્તાહ માટે રેટિંગ્સ નહીં રજૂ કરવાનો નિર્ણય લીધો છે. નેશનલ બોર્ડકાસ્ટર્સ એસોસીએશન એ આ પગલાનું સ્વાગત કર્યું છે.
જો કે એનબીએ અધ્યક્ષ રજત શર્માએ
એમ પણ કહ્યું
કે બીએઆરસીના મહત્વપૂર્ણ નિર્ણય કરતાં સમયે સલાહ લેવી જોઇએ. બીએઆરસીએ પ્રસ્તાવ મૂકયો છે કે તેમની તકનીકી સમિતિ ટીઆરપીના ડેટા માપવાની હાલની સિસ્ટમનો રિવ્યુ કતરશે. તેને વધુ શ્રેષ્ઠ કરાશે. આ કવાયદ હિન્દી, અંગ્રેજી, અને બિઝનેસ સમાચાર ચેનલો પર તાત્કાલિક રીતે લાગૂ કરાશે. તેમાં 8 થી 12 સપ્તાહનો સમય લાગી શકે છે.

રિલેટેડ ન્યૂઝ