217 કરોડની ‘ફી’ લેનારા વકીલને ત્યાં ITના દરોડા

(પ્રતિનિધિ દ્વારા)
નવી દિલ્હી તા.16
ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટએ પોતાના ક્લાઇન્ટ પાસેથી 217 કરોડ રૂપિયા કેસ ફી લેનાર ચંદીગઢના એક મોટા વકીલના ઘણા ઠેકાણાઓ પર રેડ પાડી. ઇનકમ ટેક્સ વિભાગની આ રેડ દિલ્હી, એનસીઆઇ અને હરિયાણાના 38 ઠેકાણાઓ પર પાડવાની છે.
અધિકારીઓ અનુસાર, ટેક્સ ચોરી કેસમાં બુધવારે આ મોટી કાર્યવાહી કરવામાં આવી જેમાં ઇનકમ ટેક્સ વિભાગની ટીમે 5.5 કરોડ રૂપિયા કેશ જપ્ત કરી છે.
સીબીડીટીના અનુસાર રેડમાં ઇનકમ ટેક્સને લઇને મોટો ખુલાસો થયો અને ખબર પડી કે એક ક્લાઇન્ટ પાસેથી વકીલે 217 કરોડ રૂપિયા કેશ રકમ લીધી.
ઇનકમ ટેક્સ વિભાગે આ વકીલના દસ બેંક લોકરોને સીલ કરવામાં આવ્યા છે. જોકે વિભાગે વકીલના નામનો ખુલાસો કર્યો નથી. વિભાગના અનુસાર એક કેસમાં વકીલે 117 કરોડ રૂપિયા કેશમાં ફી લીધી. પરંતુ કાગળો પર 21 કરોડ ફી દર્શાવી હતી.
એક અન્ય કેસમાં પણ વકીલે 100 કરોડ ફી. આ કેસમાં કલાઈન્ટ એક ઇંફ્રા અને એન્જીનિયરિંગ કંપની હતી. એક સરકારી કંપની સાથે કેસમાં ડીલ માટે ફી લેવામાં આવી હતી. વકીલે આ રકમનો ઉપયોગ રહેણાંક અને કોમર્શિયલ સંપત્તિઓ ઘરીદવામાં કર્યો અને તેના માટે કેશ પેમેન્ટ કર્યું.

રિલેટેડ ન્યૂઝ