CBSE ધો.10-12ની પરીક્ષા ફીની છેલ્લી તા.31 ઓકટોબર

(પ્રતિનિધિ દ્વારા)
નવી દિલ્હી,તા.16
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન CBSE)એ બોર્ડ પરીક્ષા 2021 માટે એક્ઝામ ફી ભરવાની છેલ્લી તારીખ વધારી દીધી છે. હવે વિદ્યાર્થીઓ 31 ઓક્ટોબર સુધીમાં ફી જમા કરાવીને 10મા -12મા ધોરણની બોર્ડની પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે. અગાઉ આ તારીખ 15 ઓક્ટોબર નક્કી કરવામાં આવી હતી. જો કે, કોરોનાને કારણે માતા-પિતાને પડતી મુશ્કેલીઓને કારણે બોર્ડે આ નિર્ણય લીધો છે. આ સિવાય તમે 1 થી 7 નવેમ્બરની વચ્ચે લેટ ફી સાથે 10મા અને 12મા ધોરણની પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવી શકશો. આ અંગે બોર્ડે ટ્વિટર દ્વારા માહિતી આપી હતી.
આ પહેલા દિલ્હી સરકારે ઈઇજઊને પત્ર લખીને 2021 બોર્ડની પરીક્ષા માટે પરીક્ષા ફી જમા કરાવવા માટેની મુદત વધારવાની વિનંતી કરી હતી. આ સાથે રાજ્ય સરકારે થોડા સમય પહેલા ઈઇજઊને સરકારી અને સહાયિત શાળાઓમાં અભ્યાસ કરતા 10મા અને 12મા વિદ્યાર્થીઓની સંપૂર્ણ પરીક્ષા ફી માફ કરવા વિનંતી કરી હતી. જો કે, આના જવાબમાં બોર્ડે અસમર્થતા બતાવતા સ્પષ્ટ કરી દીધું કે તે આવું નહીં કરી શકે.

રિલેટેડ ન્યૂઝ