કોરોનામાં નોકરી ખોનારાને સરકાર આપશે 50 ટકા સેલેરી

કેન્દ્ર સરકાર અટલ વિમા કલ્યાણ યોજના હેઠળ 44000 કરોડ રૂપિયા ફાળવશે

(પ્રતિનિધિ દ્વારા) નવી દિલ્હી તા.16
સરકાર અટલ વીમા કલ્યાણ યોજાના માટે કેમ્પેઈન શરૂ કરવા જઇ રહી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અત્યાર સુધી આને લઇને પ્રતિક્રિયા એટલી ખાસ રહી નથી, પરંતુ આને ગતિ આપવા માટે નવી યોજના બનાવી છે. આ માટે સરકાર જાહેરાત આપશે જેથી આનો લાભ વધારેથી વધારે લોકો સુધી પહોંચી શકે. કોરોના સંકટમાં નોકરી ગુમાવનારા કર્મચારી રાજ્ય વીમા નિગમથી જોડાયેલા સબ્સ્ક્રાઇબર્સને રાહત મળશે.
તેઓ અઇઊંઢ હેઠળ પોતાના વેતનના 50 ટકા સુધી બેરોજગારી રાહત મેળવવા માટે દાવો કરી શકે છે. તેમને ફરી નોકરી મળી ગઈ હોય તો પણ તેઓ આનો ફાયદો લઇ શકે છે. ઊજઈંઈ આ માટે પોતાના 44,000 કરોડ રૂપિયાના ફંડનો ઉપયોગ કરશે. એક રિપોર્ટ અનુસાર, ઊજઈંઈ સભ્યો ડિસેમ્બર સુધી તેનો લાભ લઈ શકે છે. ગયા મહિને, ઊજઈંઈએ અટલ વીમા કલ્યાણ યોજનાનો 1 જુલાઇ 2020 થી 30 જૂન 2021 એટલે કે 1 વર્ષ વધારવાનો નિર્ણય કર્યો.
નવા સોશિયલ સિક્યુરિટી કોડ એક્ટ હેઠળ સરકારે એ પણ નિર્ણય લીધો છે કે તે ઊજઈંઈની સેવાઓનો અવકાશ દેશના તમામ 740 જિલ્લાઓમાં વધારશે. શ્રમ મંત્રાલયના અધિકારીઓએ કહ્યું કે આ માટે આયુષ્માન ભારત યોજના હેઠળ નોંધાયેલ હોસ્પિટલો અને થર્ડ પાર્ટી સર્વિસ પ્રોવાઇડર્સ સાથે જોડાણ કરવામાં આવ્યું છે. જો તમે પણ આ યોજનાનો લાભ ઉઠાવવા માંગો છો તો તમારે ઊજઈંઈની અટલ વીમા કલ્યાણ યોજના માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. તમે કર્મચારી વીમા નિગમની વેબસાઈટ પર જઇને અટલ વીમા કલ્યાણ યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરીને આવેદન કરી શકો છો.
કઈ રીતે, કોને, કેટલો લાભ મળશે?
આ હેઠળ અચાનક નોકરી છૂટ્યા બાદ 2 વર્ષ સુધી એક નિશ્ચિત આર્થિક મદદ આપવામાં આવે છે. જો તમે સંગઠિત ક્ષેત્રમાં નોકરી કરો છો અને તમારી કંપની તમારૂ ઙઋ અથવા ઊજઈં દર મહિને તમારા વેતનમાંથી કાપે છે તો તમે આનો લાભ લઈ શકો છો. જો કોઈ ખરાબ વ્યવહાર, વ્યક્તિગત કારણ અથવા પછી કોઈ કાયદાકીય કાર્યવાહીના કારણે બેરોજગારીની સ્થિતિ પેદા થાય છે તો આ સ્કીમનો લાભ નહીં મળે. ઊજઈંઈના ડેટા બેઝમાં ઇંશ્યોર્ડ વ્યક્તિનું આધાર અને બેંક ખાતુ લિંક હોવું જોઇએ. ત્યારે જ તેને ફાયદો મળશે. નોકરી છૂટ્યાના 30 દિવસ બાદ જ આ સ્કીમ માટે આવેદન કરી શકશો. પહેલા આ સમયસીમા 90 દિવસની હતી. તમારા આવેદનને મંજૂરી મળ્યા બાદ તમારા બેંક ખાતામાં રકમ ટ્રાન્સફર કરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ