મુંબઈમાં કચ્છી-ગુજરાતી રોકાણકારો સાથે ઠગાઈ કરનારા શખ્સ સામે ગુનો દાખલ કરાશે

સાડા છ કરોડની ઠગાઈમાં ગુનો નોંધાતો ન હતો

મુંબઈ તા.17
મુંબઈના 42 કચ્છી ગુજરાતી રોકાણકારો સાથે રૂા.6.49 કરોડની છેતરપીંડી કરનાર મુળ મુન્દ્રા તાલુકાના બગડા ગામના વતની એવા દીપેન ધનસુખલાલ ઉર્ફે દીપેન કચ્છી સામે ગુનો દાખલ કરવાનો આદેશ અપાયો છે. રાષ્ટ્ર રક્ષક જનમંચ અને ધર્મરક્ષક મહામંચના કચ્છી પ્રમુખ રમેશભાઈ જોશી અખબારી યાદીમાં જણાવ્યું કે મુંબઈ મલાડ કાંદીવલી, બોરેવલી, અને મુંબઈના વિવિધ વિભાગોમાં રહેનારા 42 રોકાડકારો સાથે રૂા.6.49 કરોડની છેતરપીંડી કરાઈ છે. ઠગબાજ દીપેને રોકાણકારોને રાતા પાણીએ રોવડાવ્યા છે. જેની સામે ફરીયાદ દાખલ કરવા બોરીવલી પોલીસ સ્ટેશનમાં અરજી અપાઈ હતી. જે બાદ આરોપી સામે ગુનો દાખલ કરવાનો આદેશ આર્થીક ગુના શોધક શાખા મુંબઈના પોલીસ ઉપાર્યુકત પરાગ મણેરે આપ્યો છે. આરોપીએ કંપનીમાં રોકાણ કરી વ્યાજ અને કમીશનની લાલચો આપી લોકોને છેતર્યા હતા. વ્યાજ તો ઠીક મુદત રકમ આપવાની બાબતે પણ છેલ્લે હાથ ખંખેરી લેવાયા હતા. આ અંગે વખતો વખતની રજૂઆતો બાદ ફરીયાદ નોંધવા સંદર્ભે આદેશ અપાયો છે. આ સંદર્ભે અવાર નવાર આંદોલનો પણ કરાયા હતા અનેક વખતે પોલીસમાં રજુઆતો બાદ પણ ન્યાય મળ્યો ન હતો. આરોપી દીપેન સામે ગુનો દાખલ કરી તેને ખરીદેલી મિલકતો જપ્ત કરી રોકાણકારોને નાણા પરત અપાવવામાં આવે તે જરૂરી છે. દરમિયાન એકવાત સામે આવી છે કે આરોપી દીપેન ધનસુખલાલ ચંદ્રુવાએ રૂા.6.49 કરોડની છેતરપીંડી કરી જો કે બાદ લોકડાઉન લાગુ પડી જતા કોઈ કાર્યવાહી થઈ શકી ન હતી. તાજેતરમા આ સંદર્ભે પોલીસ કમીશ્ર્નરને રજુઆત કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધી થયેલી ફરીયાદો અને લેવામાં આવેલા નિવેદનો તેમજ તપાસના પુરાવાઓ ચકાસ્યા બાદ ફરીયાદ કરવાનું હુકમ અપાયો છે.

રિલેટેડ ન્યૂઝ