ભારતમાં કોરોના વાયરસનું સ્વરૂપ બદૃલાયું નથી: ઁર્સ્ં

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા) નવી દિૃલ્હી,તા.૧૮
કોરોના વાયરસ માટે અસરકારક રસી વિકસાવવાના સતત પ્રયત્નો વચ્ચે ભારત સરકારે શનિવારે કહૃાું હતું કે દૃેશમાં વાયરસના જિનોમ પરના બે અધ્યયનોમાં સામે આવ્યું છે કે, તે આનુવંશિક રીતે સ્થિર છે અને તેમાં કોઈ મોટા ફેરફારો થયા નથી. વુહાનથી ફેલાયેલા વાયરસથી લઈને અત્યાર સુધી ફેલાયેલા વાયરસમાં ઘણા પરિવર્તન (મ્યૂટેશન) થયા છે.
કેટલાક નિષ્ણાતોએ િંચતા વ્યક્ત કરી છે કે કોરોના વાયરસના સ્વરૂપમાં મોટા ફેરફારો થવાથી તેની અસરકારક રસી બનાવવા મુશ્કેલીઓ પડી શકે છે. જો કે, કેટલાક તાજેતરના વૈશ્ર્વિક અધ્યયનોમાં સામે આવ્યુ છે કે, કોરોના વાયરસના સ્વરૂપમાં તાજેતરમાં થયેલા પરિવર્તનથી કોવિડ -૧૯ માટે વિકસિત થતી વેક્સીન પર કોઈ અસર ન થવી જોઈએ. કોવિડ-૧૯ વૈશ્ર્વિક રોગચાળાની સ્થિતિ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક બાદૃ વડા પ્રધાન કાર્યાલય (ઁર્સ્ં)એ એક નિવેદૃનમાં કહૃાું છે કે ભારતમાં ત્રણ રસી વિકાસના અદ્યતન તબક્કામાં છે, જેમાં બે રસી બીજા તબક્કામાં અને એક રસી ત્રીજા તબક્કામાં છે.

રિલેટેડ ન્યૂઝ