રાજ્ય સરકાર અને સુશાંતના પરિવારની માંગને લઈ સીબીઆઈ તપાસની મંજૂરી આપવામાં આવી

(જી.એન.એસ.) મુંબઈ,તા.૧૮
સુશાંતિંસહ રાજપૂત મામલામાં સીબીઆઈ હજુ સુધી કોઈ નિર્ણય ઉપર પહોંચી નથી. એમ્સએ પોતાના રિપોર્ટમાં સુશાંતની હત્યા ન થઈ હોવાનું જણાવ્યું છે. રિપોર્ટમાં મોતનું કારણ આત્મહત્યા જણાવ્યું છે. પરંતુ સીબીઆઈ હજુ પણ દૃરેક એંગલથી તપાસ કરવાની વાત કરી રહી છે. આ વચ્ચે દૃેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સુશાંત કેસને લઈને પોતાની પ્રતિક્રિયા આપવામાં છે. એક ખાનગી ચેનલને આપલે ઈન્ટરવ્યુમાં અમિત શાહે કહૃાું કે, સુશાંત કેસમાં મુંબઈ પોલીસની તપાસ ઉપર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. તેણે કહૃાું કે અમે સીબીઆઈ તપાસની ભલામણ નથી કરી પરંતુ રાજ્ય સરકાર અને સુશાંતના પરિવારની માંગને લઈને સીબીઆઈ તપાસની મંજૂરી આપવામાં આવી છે.
અમિત શાહે કહૃાું કે, જો સુશાંતિંસહ રાજપૂતની જગ્યાએ કોઈ બીજુ હોત તો પણ કાનૂની તપાસ થવી જોઈએ. શાહે કહૃાું કે હજુ આ મામલામાં કોઈ નિવેદૃન આપવું કે ટિપ્પણી કરવી યોગ્ય નથી. તેણે આશા વ્યક્તિ કરી છે સીબીઆઈ તપાસમાં દૃરેક વસ્તુ સાબિત થઈ જશે. અને જે સત્ય હશે તે બહાર આવશે. સુશાંતિંસહ રાજપૂત અને દિૃશા સાલિયાનને લઈને નકલી સમાચાર ફેલાવવાના આરોપમાં મુંબઈ પોલીસે દિૃલ્હીના એક વકીલ વિભોર આનંદૃની ધરપકડ કરી હતી. આ સિવાય સુશાંત કેસમાં ડ્રગ્સ કનેક્શનને લઈને એનસીબીએ ૨૨ લોકોની ધરપકડ કરી હતી.

રિલેટેડ ન્યૂઝ