રાજસ્થાન રોયલ્સે ચૈન્નાઈ સુપર કિંગ્સને કારમો પરાજય આપ્યો

જોશ બટલરના 70 રન રાજસ્થાન ટીમ માટે મહત્વના રહ્યા

આબુધાબી તા.19
આઈપીએલમાં આજે ચૈન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલા મેચમાં રાજસ્થાન રોયલ્સનો સાત વિકેટે વિજય થયો હતો. આજે મેચમાં ચૈન્નાઈ સુપર કિંગ્સે સાવ લો સ્કોર જ કર્યો હતો અને 125 રન જ ટીમ બનાવી શકી હતી.
ટોસ જીતીને ચૈન્નાઈ સુપર કિંગ્સે બેટીંગ કરવાનું પસંદ કર્યું હતું અને પાંચ વિકેટના ભોગે 125 રન માર્યા હતા. જેમાં મોટાભાગના ખેલાડીઓ સસ્તામાં આઉટ થઈ ગયા હતા. સૌથી વધુ રન રવિન્દ્ર જાડેજાએ નોટઆઉટ રહીને 30 દડામાં ચાર ચોગ્ગા સાથે 35 રન, સેમ કરને ર5 દડામાં 22 રન, રાયડુએ 19 દડામાં 13 રન, ડુ પ્લેસીસે 9 દડામાં 10 રન અને કેદારે 7 દડામાં ફકત 4 રન કર્યા હતા.
રાજસ્થાન રોયલ્સની ટીમ 126 રનના ટાર્ગેટ સાથે મેદાનમાં ઉતરી હતી અને માત્ર 3 વિકેટના ભોગે 17.3 ઓવરમાં જ જીત મેળવી લીધી હતી. જેમાં જોસ બટલરે 48 દડામાં બે છગ્ગા અને સાત ચોગ્ગા સાથે 70 રન નોટઆઉટ રહીને નોંધાવ્યા હતા. તે ટીમના વિજયમાં મહત્વના હતા. તો સ્ટીવ સ્મિથે પણ 34 દડામાં નોટઆઉટ રહીને 26 રન કર્યા હતા. તો બેન સ્ટોકે 11 દડામાં ત્રણ ચોગ્ગા સાથે 19 રન અને રોબિન ઉથ્થપાએ પણ 9 દડામાં 4 રન કર્યા હતા. આમ, ટીમે ઝડપભેર વિજય મેળવી લીધો હતો.

રિલેટેડ ન્યૂઝ