આઇટમવાળા કમલનાથના નિવેદન સામે શિવરાજના ધરણા

ભોપાલ,તા.19
મધ્યપ્રદેશમાં યોજાનાર પેટાચુંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ જામ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા કમલનાથે ભાજપના મહિલા ઉમેદવાર ઇમરાતી દેવીને આઇટમ કહી..જેના પર હવે મહાભારત છેડાયું છે. કમલનાથના આ નિવેદનના વિરોધમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ મૌન ધરણા પર બેસી ગયા.આ ધરણા આશરે બે કલાક ચાલશે.શિવરાજસિંહ સિવાય જ્યોતિરાદિત્ય સિંધિયા ઇન્દોરમાં ધરણા પર બેઠા. ધરણા પર બેસતા પહેલા શિવરાજસિંહ ચૌહાણે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે આવા નિવેદનોને સહન કરવામાં નહીં આવે, દેશમાં માતા, બહેન અને પુત્રીનો આદર રાખવામાં આવશે, અમે મહિલાઓનું અપમાન સહન નહીં કરીએ.
શું સમગ્ર ઘટના
હકીકતમાં મધ્ય પ્રદેશના ડબરામાં કોંગ્રેસ ઉમેદવાર સુરેશ રાજેનાં સમર્થમાં પ્રચાર કરવા પહોંચેલા પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતા કમલનાથે મંચ પરથી કહ્યું, સુરેન્દ્ર રાજેશ અમારા ઉમેદવાર છે, સરળ સ્વભાવના સીધા-સાદા છે. આ તેમના જેવા નથી, શું છે તેનુ નામ? હું શું તેનું નામ લઉ, તમે તેને મારા કરતાં વધુ સારી રીતે જાણો છો, તમારે મને પહેલા જ સાવધાન કરી દેવો જોઇતો હતો, આ શું આઇટમ છે.
આ ઉપરાંત કમનાથ સિવાય પૂર્વ નેતા પ્રતિપક્ષ અજય સિંહે જનસભાને સંબોધિત કરતાં કહ્યું હતું કે જનતા 3 નવેમ્બરે ઇમરતી દેવીને જલેબી બનાવી દેશે

રિલેટેડ ન્યૂઝ