યાત્રિગણ ધ્યાન દે, રેલવે ઘરેથી ‘લગેજ’ લઇ જશે, મૂકી પણ જશે

રેલવે હવે એપ દ્વારા બેગ્સ ઓન વ્હિલ્સ સેવા આપશે

સૌથી પહેલા આ સ્ટેશનો પર થશે શરૂઆત
શરૂઆતમાં આ ડોર ટૂ ડોર સેવા નવી દિલ્હી, દિલ્હી જંક્શન, નિઝામુદ્દીન, દિલ્હી છાવણી, દિલ્હી સરાય રોહિલ્લા, ગાજિયાબાદ અને ગુડગાવ રેલ્વે સ્ટેશનો પર આ સેવા મળશે. આ સ્ટેશનો પર શરૂ કરવામાં આવેલી યોજનામાં સૌથી સારી બાબત એ છે કે, તેમાં યાત્રિને તેનો સામાન ગાડી ઉપડે તે પહેલા જ મળી જશે. એક એવુ અનુમાન છે કે, આ સેવા દ્વારા રેલ્વેને 50 લાખ રૂપિયાની ઉપરાંત રેવન્યૂમાં 1 વર્ષ માટે 10 ટકા ભાગીદારી પણ પ્રાપ્ત થવાની છે.

આ યાત્રિઓને થશે ફાયદો
રેલ્વેનો દાવો છે કે, આ સેવાનો લાભ લેવા માટે મામૂલી ભાડૂ આપવાનું રહેશે તથા ડોર ટૂ ડોર સેવા ફર્મ દ્વારા યાત્રિઓનો સામાન ટ્રેનથી ઘર અને સ્ટેશન સુધી પહોંચાડવાનું કામ કરશે. આશા છે કે, ખાસ કરીને આ સેવા વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગ લોકો અને એકલા મુસાફરો માટે વધુ કામમાં આવશે અને તેનો સારામાં સારો ફાયદો પણ થશે.

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ તા,23
જો તમે રેલ્વેમાં મુસાફરી કરવા માગો છો અને ઘરેથી સ્ટેશન અને સ્ટેશનેથી ઘરે સામાન લઈ જવા અને લાવવામાં તકલીફ અનુભવતા હોવ તો હવે આ ટેન્શન ખતમ થવા જઈ રહ્યુ છે. ભારતીય રેલ્વે હવે એપ દ્વારા બૈગ્સ ઓન વ્હીલ્સ સેવા આપવા જઈ રહી છે. ઉત્તર રેલ્વેના દિલ્હી મંડળ પોતાની રેવન્યૂ વધારવા માટે આ યોજના શરૂ કરવા જઈ રહી છે. ભારતીય રેલ્વેના ઈતિહાસમાં પહેલી વાર આ પ્રકારની સેવા શરૂ થવા જઈ રહી છે. બીઓડબ્લ્યૂ એપને એંડ્રોઈડ અને આઈફોન બંને પ્લેટફોર્મ પર ડાઉનલોડ કરી શકાશે. રેલયાત્રિ આ એપ દ્વારા પોતાના સામાન ઘરેથી સ્ટેશન અને સ્ટેશનેથી ઘર સુધી લઈ જઈ શકશે. રેલયાત્રિની બુકીંગ વિતરણની માફક આ કામ માટે નક્કી કરાયેલા કોન્ટ્રાક્ટર આપના સામાનને સુરક્ષિત રીતે આપના ઘર સુધી પહોંચતો કરશે.

રિલેટેડ ન્યૂઝ