નેહા કક્કર અને રોહન બન્યા એક દુજે કે લિએ

દિલ્હીમાં
પરંપરાગત વિધિ સાથે માંડ્યા પ્રભુતામાં પગલા

(પ્રતિનિધિ દ્વારા)
નવી દિલ્હી તા. 24
નેહા કક્કર ’રાઈઝિંગ સ્ટાર’ રોહન પ્રીત સાથે લગ્ન કરવાની છે. અત્યાર સુધી ચાહકો એ વાતે મૂંઝવણમાં હતાં કે બંને લગ્ન કરવાના છે કે પછી મ્યૂઝિક વીડિયોના પ્રમોશન માટે આમ કરે છે. જોકે, હવે નેહા કક્કરે લગ્નની વાતને ક્ધફર્મ કરી છે અને રોહન પ્રીત સાથે સગાઈ કરી છે. બંનેની રોકા સેરેમનીનો એક વીડિયો સામે આવ્યો છે. સેરેમનીમાં નેહા તથા રોહને ભાંગડા કર્યા હતા.
સેરેમનીમાં નેહા હળવા ગુલાબી રંગના ઈન્ડો-વેસ્ટર્ન ડિઝાઈનર ડ્રેસમાં જોવા મળી હતી. તેણે લીલા રંગનો દુપટ્ટો પણ કેરી કર્યો હતો. રોકા સેરેમની દરમિયાન તેને ગુલાબી રંગની ચુંદડી પહેરાવવામાં આવી હતી.
રોહન પ્રીતે નેહા સાથે મેચિંગ કર્યું હતું અને ગુલાબી રંગનો કુર્તા-પાયજામો તથા ગુલાબી રંગની પાઘડી પહેરી હતી.
નેહાએ હાલમાં જ સોશિયલ મીડિયા અકાઉન્ટમાં એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં નેહા, રોહન પ્રીતના ઘરે તેના પરિવાર સાથે જોવા મળે છે. વીડિયોમાં રોહન તથા નેહા એકબીજાનો હાથ પકડીને બેઠાં હતાં. આ વીડિયો સાથે નેહાએ કેપ્શન આપ્યું હતું, ’તે દિવસ જ્યારે તેણે મને તેના પેરેન્ટ્સ તથા પરિવાર સાથે મુલાકાત કરાવી. લવ યુ રોહન પ્રીત, નેહુ-પ્રીત

રિલેટેડ ન્યૂઝ