ટીમ ઇન્ડિયાની ઓસિ. ટૂરથી રોહિત – ઇશાંત બહાર

3 વન-ડે, 3 ઝ-20 અને 4 ટેસ્ટ રમશે ભારતીય ટીમ
ઇન્ડિયન ટીમ પહેલા ત્રણ વનડેની સીરિઝ 25થી 30 નવેમ્બર દરમિયાન રમશે. તે પછી એડિલેડમાં 4થી 8 ડિસેમ્બર દરમિયાન 3 -20ની સીરિઝ રમશે. જ્યારે ટેસ્ટ મેચની સીરિઝની શરૂઆત એડિલેડમાં 17 સપ્ટેમ્બરે થશે. આ ભારતની વિદેશમાં પહેલી ડે-નાઈટ ટેસ્ટ મેચ હશે. મેલબોર્નમાં 26થી 30 ડિસેમ્બર દરમિયાન બોક્સિંગ ડે ટેસ્ટ રમાશે. ત્રીજી ટેસ્ટ 7 જાન્યુઆરીથી સિડનીમાં અને અંતિમ ટેસ્ટ 15 જાન્યુઆરીથી બ્રિસ્બેનમાં રમાશે.

મુંબઈ તા,27
બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઇન્ડિયા (બીસીસીઆઈ)એ આગામી ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય સ્ક્વોડ જાહેર કરી દીધું છે. વિરાટ કોહલી ત્રણેય ફોર્મેટમાં ટીમને લીડ કરશે. ભારત ઓસ્ટ્રેલિયામાં 3 વનડે, 3 -20 અને 4 ટેસ્ટની સીરિઝ રમશે. આ ટૂરની શરૂઆત 26 નવેમ્બરથી થશે. જાહેર કરાયેલા ત્રણેય સ્ક્વોડમાં ઓપનર રોહિત શર્મા અને ઇશાંત શર્માનો સમાવેશ થયો નથી. બોર્ડે ટ્વીટ કરીને જાણ કરી છે કે તેમની મેડિકલ ટીમ બંનેને મોનિટર કરવાનું ચાલુ રાખશે.
ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પીઠનું ઓપરેશન કરાવ્યા પછી બોલિંગ કરી નથી. ચાલુ માં પણ તે માત્ર સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન તરીકે રમી રહ્યો છે. તે જોતા તેને ટેસ્ટ સ્ક્વોડમાં સ્થાન નથી મળ્યું, જ્યારે વનડે અને -20માં તેનો સમાવેશ થયો છે.
ટેસ્ટ રેગ્યુલર ચેતેશ્વર પુજારા અને હનુમા વિહારી જ માત્ર એવા ખેલાડીઓ છે જેઓ આઈપીએલમાં રમી રહ્યા નથી, તેમને ટેસ્ટ સ્ક્વોડમાં જગ્યા મળી છે. આઈપીએલમાં દિલ્હી સામે 5 વિકેટ લેનાર વરુણ ચક્રવર્તીને -20 સ્ક્વોડમાં જગ્યા મળી છે. જ્યારે ટેસ્ટમાં મોહમ્મદ સિરાજ નવો ચહેરો છે.
રાહુલ ટીમ ઇન્ડિયા માટે લિમિટેડ ઓવર્સમાં વિકેટકીપિંગ કરવાનું ચાલુ રાખશે. લોકેશ રાહુલને ટેસ્ટ ટીમમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે સ્ક્વોડમાં સ્થાન મળ્યું છે. જ્યારે વનડે અને ટી-20માં તે ફર્સ્ટ ચોઈસ વિકેટકીપર તરીકે રમશે. તે ઉપરાંત તેને બંને ફોર્મેટમાં વાઇસ કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે.
જ્યારે ઋષભ પંતને માત્ર ટેસ્ટ સ્ક્વોડમાં સ્થાન મળ્યું છે. વનડે સ્ક્વોડમાં રાહુલ સિવાય અન્ય કોઈ વિકેટકીપર નથી. જ્યારે ટી-20માં સંજુ સેમસન અને ટેસ્ટમાં રિદ્ધીમાન સાહા સેક્ધડ વિકેટકીપર છે. ત્રણેય ટીમના સ્ક્વોડ ઉપરાંત ભારતીય ટીમ સાથે ચાર એક્સ્ટ્રા બોલર્સના રૂપે કમલેશ નાગરકોટી, કાર્તિક ત્યાગી, ઈશાન પોરેલ અને ટી. નટરાજન પણ જોડાશે.
વનડે સ્ક્વોડ: વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, શુભમન ગિલ, કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન અને વિકેટકીપર), શ્રેયસ ઐયર, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, મયંક અગ્રવાલ, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર
ટેસ્ટ સ્ક્વોડ: વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, પૃથ્વી શો, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે (વાઇસ કેપ્ટન), હનુમા વિહારી, શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), બુમરાહ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, નવદીપ સૈની, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, આર.અશ્વિન, મોહમ્મદ સિરાજ
ટી-20 સ્ક્વોડ: વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, મયંક અગ્રવાલ, કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન એન્ડ વિકેટકીપર), શ્રેયસ ઐયર, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, સંજુ સેમસન (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, દિપક ચહર, વરૂણ ચક્રવર્તી

રિલેટેડ ન્યૂઝ