ક્રિકેટર કૃણાલ પંડયાની એરપોર્ટ પર પૂછતાછ

ક્રિકેટર કૃણાલ પંડયાની એરપોર્ટ પર પૂછતાછ
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.12
ઈંઙકમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે રમવા ગયેલા ક્રિકેટર કૃણાલ પંડ્યાને મુંબઈના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પૂછપરછ માટે રોકવામાં આવ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, તેમની પાસેથી વધુ પ્રમાણમાં ગોલ્ડ મળી આવ્યું છે. હાલ કસ્ટમના અધિકારી તેમની પૂછપરછ કરી રહ્યાં છે. અધિકારી વધુ પ્રમાણમાં સોનુ મળી આવતા જરૂરી કાગળોની માગ કરી રહ્યાં છે.
એક વર્ષથી વધુ સમય સુધી વિદેશમાં રહેતી વ્યક્તિ 50 હજાર રૂપિયા સુધીનું સોનુ ભારતમાં ડ્યુટી ફ્રીમાં લઈને આવી શકે છે. તો મહિલાઓ માટે આ છૂટ એક લાખ રૂપિયા સુધીની છે. મહિલાઓ એક લાખ રૂપિયા સુધીની કિંમતનું સોનુ ડ્યૂટી ફ્રીમાં લઈને ભારત આવી શકે છે. ડ્યૂટી ફ્રીની શરત માત્ર સોનાના ઘરેણાં પર જ લાગુ છે. સોનાના સિક્કા અને બિસ્કિટ્સ પર ડ્યૂટી આપવી પડે છે.
ઉઉછ સૂત્રોના જણાવ્યા મુજબ કૃણાલ પાસે જાહેર ન કરાયેલ ગોલ્ડ, જેમા સોનાના 2 કંગન, અમુક મોંઘી ઘડિયાળ અને ઘણો કિંમતી સામાન છે. ક્રિકેટરે તેનું ડિક્લેરેશન કર્યું ન હતું.

રિલેટેડ ન્યૂઝ