રાજસ્થાન-મ.પ્રદેશમાં પણ કોરોના વિસ્ફોટ

(પ્રતિનિધિ દ્વારા)
જયપુર-ભોપાલ તા,21
મુખ્યમંત્રી અશોક ગેહલોતે જાહેર કર્યું છે કે રાજસ્થાનના તમામ જિલ્લાઓમાં આવતીકાલ તા. 21થી 144ની કલમનો અમલ ફરી વાર લાગુ કરવામાં આવશે. જબ્બર કોરોના વિસ્ફોટ એક જ દિવસમાં અઢી હજાર કોરોના કેસ નોંધાયા છે. આાવી જ રીતે મધ્યપ્રદેશમાં પણ ઈન્દોર, ભોપાલ સહિત 5 શહેરોમાં રાત્રી-ક્ફર્યૂ લાદી દેવાયો છે.
રાજસ્થાન રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેક્ટરને 21 નવેમ્બરથી કલમ-144 લગાવવાની સલાહ આપી છે. ગૃહ વિભાગના ગ્રુપ-9ના દરેક જિલ્લા ક્લેક્ટરને સુચના જાહેર કરી દીધી છે.
ગૃહ સચિવ એનએલ મીણાંએ આદેશ જાહેર કરી તમામ જિલ્લાઓમાં કલમ-144 લગાવવા અને સખ્તાઈથી લાગૂ કરવાની સલાહ આપી છે.
તહેવારોની સિઝનમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. રાજસ્થાનમાં વધતા કેસને જોતા રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. દિવાળી પર લોકોની ભીડ અને ઘરોમાંથી બહાર નિકળી ખરીદી કરવા દરમિયાન સંક્રમણ વધ્યું. જે બાદ કોરોના કેસો વધવા લાગ્યા છે.
મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે રાજ્યમાં લોકડાઉન થવાની સંભાવનાને નકારી કહ્યું કે વાહનવ્યવહાર બંધ નહીં થાય: ઈન્દોર, વિદિશા, ભોપાલ સહિત પાંચ શહેરોમાં 21 નવેમ્બરથી નાઇટ કર્ફ્યુ લાગુ થશે: શાળાઓ અને કોલેજોને હજી સુધી ખોલવાની મંજૂરી નથી.

રિલેટેડ ન્યૂઝ