ટીવી કોમેડી-સ્ટાર ભારતી ગાંજા સાથે ગિરફતાર

નાર્કોટિકસ ક્ધટ્રોલ બ્યુરોએ ભારતીના
પતિ હર્ષ લિંબાસીયાને પણ જબ્બે કર્યો

કોણ છે ભારતી સિંહ?
ભારતી સિંહ સ્ટેન્ડઅપ કોમેડિયન અને એક્ટ્રેસ છે. અત્યારે તે ’ધ કપિલ શર્મા શો’માં દેખાય છે. તેણે પોતાના કરિયરની શરૂઆત ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જથી કરી હતી. એ પછી એણે ઘણા શોઝ કર્યા જેમાં ’કોમેડી સર્કસ’, ’ઝલક દિખલા જા’, ’નચ બલિયે’ વગેરેનો સમાવેશ થાય છે. ભારતી સિંહે 3 ડિસેમ્બર, 2017ના રોજ ટેલિવિઝન રાઇટર હર્ષ લિંબાચિયા સાથે લગ્ન કર્યાં હતાં અને આ દંપતી અત્યારે સોની ટીવી પર ’ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ નામનો શો હોસ્ટ કરી
રહ્યું છે.

(પ્રતિનિધિ દ્વારા)
મુંબઇ,તા.21
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, એટલે કે NCBએ જાણીતી કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાના મુંબઈસ્થિત ઘરે દરોડા પાડ્યા છે. લેટેસ્ટ સમાચાર પ્રમાણે ભારતી અને હર્ષ લિંબાચિયાના ઘરેથી સેવન કરી શકાય તેટલા પ્રમાણમાં ગાંજો મળી આવ્યો છે. આથી NCB વધુ પૂછપરછ માટે બંનેની અટકાયત કરી છે. NCB ઈઇએ શનિવારે સવારે અંધેરી, લોખંડવાલા અને વર્સોવાનાં ત્રણ અલગ અલગ સ્થળોએ દરોડા પાડ્યા છે. એક ડ્રગ પેડલર સાથેની પૂછપરછ દરમિયાન આ બંનેનાં નામ સામે આવ્યાં હતાં. ત્યાર બાદ અંધેરી, લોખંડવાલા અને વર્સોવાસ્થિત ઘરમાં રેડ પાડવામાં આવી હતી. ગઈઇના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ જણાવ્યું કે, હર્ષ અને ભારતીને અમે કસ્ટડીમાં પૂછપરછ માટે લીધાં છે. બંનેને ઝોનલ ઓફિસમાં આવીને સ્પષ્ટતા કરવાની રહેશે.
ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુ પછી બહાર આવેલા બોલિવૂડ અને ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં છાનેખૂણે ચાલતા ડ્રગ્સના સેવનના અંકોડા મેળવવા માટે ગઈઇ સતત સેલિબ્રિટીઓનાં ઘરે દરોડા પાડી રહી છે. દિવાળી પહેલાં જ એક્ટર અર્જુન રામપાલને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ