કોરોના રસી માટે pmઍકશનમાં

(પ્રતિનિધી દ્વારા)
નવી દિલ્હી તા.21
વડાપ્રધાન મોદીએ કોરોનાની વેક્સીનને બનાવવા માટે અને તેને લઈને પ્રત્યેક વ્યક્તિ સુધીને તેને પહોંચાડવાની ભારતની રણનીતિને કેન્દ્રીય થિંકટેંક
નીતિ આયોગ સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે એક વર્ચુઅલ બેઠક યોજી હતી.
આ અંગે વડાપ્રધાન મોદીએ કરેલા પોતાના ટ્વીટમાં જણાવ્યુ હતું કે, આ બેઠકમાં વેક્સીનેશન સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા થઈ છે. જેમાં અલગ અલગ મુદ્દાઓને લઈને સમીક્ષા કરવામાં આવી છે. જેમ કે, જનસંખ્યા સમૂહોની પ્રાથમિકતા, એચસીડબલ્યૂ સુધી પહોંચવું, કોલ્ડ ચેન, ઈન્ફ્રાસ્ટ્રક્ટર વૃદ્ધિ, વેક્સીન રોલ આઉટ માટે વેક્સીનેટર અને ટેક પ્લેટફોર્મને જોડવું.
કેટલીય દવા કંપનીઓ કોરોના સામે લડવા માટે એક વૈક્સીન તૈયાર કરવામાં લાગ્યા છે. આ વાયરસના કારણે દુનિયામાં કેટલાય લોકોના મોત થયા છે. ત્યારે આ વાયરસ માટે દુનિયામાં કેટલીય જગ્યાએ અલગ અલગ રીતે વેક્સીનનું ટ્રાયલ ચાલી રહ્યુ છે, તથા વેક્સીનનું પરીક્ષણ પણ થઈ રહ્યા છે.
સરકારી આંકડાઓથી જાણવા મળ્યુ છે કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 45,882 કેસ આવ્યા છે. જે બાદ કુલ કેસની સંખ્યા 90,04,365 થઈ ગઈ છે. તો વલી રિકવરી રેટની વાત કરીએ તો અહીં 84.28 ટકા છે. જેમાં રાષ્ટ્રીય રિકવરી દર 93.6 ટકા થઈ ગયો છે. ગુરૂવારથી લઈને અત્યાર સુધીમાં 584 લોકોના આ વાયરસના કારણે મોત પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 1,32,162 છે. જ્યારે દેશમાં હાલ 4,43,794 એક્ટીવ કેસ છે.

રિલેટેડ ન્યૂઝ