કોરોનાની રસી કોવાક્સિનની આડઅસરની માહિતી છુપાવી

ઓગસ્ટમાં એક વોલન્ટિયર પર રસીની વિપરિત અસર થઈ હોવા છતાં કંપનીએ ત્રીજા ફેઝની ટ્રાયલ શરૂ કરી

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા)
નવી દિૃલ્હી, તા. ૨૨
ભારતમાં આઇસીએમઆરના સહયોગમાં કોરોનાની સ્વદૃેશી રસી વિકસાવી રહેલી હૈદૃરાબાદૃ સ્થિત ભારત બાયોટેકની કોવાક્સિન રસીની પ્રથમ ફેઝની ક્લિનિકલ ટ્રાયલ દૃરમિયાન ઓગસ્ટ મહિનામાં એક વોલન્ટિયર પર વિપરિત અસર થઈ હોવા છતાં કંપનીએ ત્રીજા ફેઝની ટ્રાયલ શરૂ કરી દૃીધી હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહૃાાં છે. કોવાક્સિનની ક્લિનિકલ ટ્રાયલનું મોનિટિંરગ કરી રહેલા સંશોધકોએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, ઓગસ્ટ મહિનામાં પહેલા ફેઝની ટ્રાયલ દૃરમિયાન તેમાં ભાગ લેનાર એક ૩૫ વર્ષિય યુવાન પર વિપરીત અસરો જોવા મળી હતી. આ યુવાનને અન્ય કોઈ રોગ નહોતો. કંપનીએ બીજા ફેઝની ટ્રાયલમાં પણ ડોઝનો સમય ૨૮ દિૃવસથી ઘટાડીને ૧૪ દિૃવસ કરીને પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું છે. આ ઉપરાંત કંપનીએ અગાઉના ૭૫૦ વોલન્ટિયરની સંખ્યા ઘટાડીને ૩૮૦ કરી નાખી હતી.
ભારત બાયોટેકે ૧૬મી નવેમ્બરથી ૨૬,૦૦૦ વોલન્ટિયર પર કોવાક્સિનના ત્રીજા ફેઝની ક્લિનિકલ ટ્રાયલની શરૂઆત કરી છે. કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું કે, વિપરીત અસરનો ભોગ બનેલા વોલન્ટિયરમાં જીવનું જોખમ હોય તેવું કોઈ રિએક્શન જોવા મળ્યું નહોતું. પશ્ર્ચિમ ભારતમાં આવેલી વેક્સિન ટેસ્ટિંગ સાઇટ ખાતે ટ્રાયલમાં ભાગ લેનાર યુવાનમાં ન્યુમોનિયાના લક્ષણ જણાતા સારવાર માટે હોસ્પિટલમાં દૃાખલ કરાયો હતો. ભારત બાયોટેકના પ્રવક્તાએ આ મામલામાં જણાવ્યું હતું કે, અમે યુવાનમાં રસીની વિપરીત અસરની જાણ ડીસીજીઆઈની કચેરીને કરી છે. કંપનીએ અન્ય સવાલોના જવાબ આપવાનો ઇનકાર કરી દૃીધો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, અમારા અભ્યાસના તારણો એથિક્સ કમિટી અને સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલઓર્ગેનાઇઝેશનને આપ્યાં છે અને સરકારના એક્સ્પર્ટ ગ્રૂપે પણ અભ્યાસના તારણોની સમીક્ષા હાથ ધરી છે. ભારતીય મૂળના અમેરિકી તબીબ ડો.થિરૂમાલા દૃેવીએ કોવિડ-૧૯ના દૃર્દૃીમાં જોવા મળતા જીવનઘાતક લક્ષણોને અટકાવવાની ક્ષમતા ધરાવતી સારવાર પદ્ધતિ શોધી કાઢી છે. સંક્રમિત દૃર્દૃીમાં ફેફસાંને નુકસાન, અવયવની નિષ્ફળતા અને ઘાતક સોજા જેવા લક્ષણોને આ સારવાર પદ્ધતિ અટકાવે છે. ડો.થિરૂમાલા દૃેવી કન્નેગાન્ટિની પ્રયોગશાળા દ્વારા જર્નલ સેલમાં સંશોધનોનું ઓનલાઇન પ્રકાશન થયું છે. ભારતીય મૂળના આ સંશોધક સેન્ટ જ્યૂડ ચિલ્ડ્રન્સ રિસર્ચ હોસ્પિટલમાં સેવા આપે છે. તેમણે શોધી કાઢેલી દૃવા કોવિડ-૧૯ને કારણે આવતા સોજાને અટકાવવા સક્ષમ છે.

રિલેટેડ ન્યૂઝ