કોરોનાના RT-PCR ટેસ્ટના ભાવ બાંધણાની SCમાં અરજી

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સમક્ષ માગ્યો જવાબ: 2 સપ્તાહની મહેતલ
(પ્રતિનિધિ દ્વારા) નવી દિલ્હી,તા.24
સુપ્રિમ કોર્ટે કોરોના વાયરસના RT-PCR ટેસ્ટનો રેટ નક્કી કરવા અંગે કેન્દ્ર, રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનો નોટિસ જાહેર કરી છે. આ મામલે કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે દેશમાં થઈ રહેલા RT-PCR ટેસ્ટનો દર 400 રૂપિયા નક્કી કરવામાં આવે, આ નિયત દર નક્કી કર્યા બાદ કોરોના વાયરસના ટેસ્ટમાં વધારો થશે. અને લોકોને લાભ પણ થશે. હાલમાં દેશમાં જીવલેણ વાયરસનો કહેર યથાવત છે. દિવસેને દિવસે કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
આ અરજીને વકિલ અજય અગ્રવાલે દાખલ કરી છે, તેમને જણાવ્યા અનુસાર દેશમાં જીવલેણ કોરોના વાયરસના RT-PCRટેસ્ટના અલગ અસગ દર છે. સમગ્ર દેશમાં ઘાતક કોરોનાના RT-PCR ટેસ્ટના એકજ દર નક્કી કરવામાં આવવા જોઈએ. આ મામલે જસ્ટિસ અશોક ભૂષણની ખંડપીઠે કેન્દ્ર, રાજ્ય સરકારોને નોટીસ ફટકારી છે. અને આ મામલે બે અઠવાડિયામાં જવાબ માંગ્યો છે.
તમને જણાવી દઈએ કે દેશની રાજધાની દિલ્હીમાં જીવલેણ વાયરસના વધતા મામલાને જોઈને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને RT-PCR મોબાઈલ ટેસ્ટિંગ લેબોરેટ્રીની શરૂઆત કરી હતી. કોરોના ટેસ્ટીંગ માટે આઈસીએમઆરે દેશમાં સ્પાઈસ જેટ અને સ્પાઈસ હેલ્થની સાથે ખાનગી ભાગીદારી સાથે શરૂઆત કરી હતી.

રિલેટેડ ન્યૂઝ