ઓક્સફર્ડની વેક્સિન ભારતને ૨૦૨૦ના અંત સુધી મળી શકે છે

હવે ફક્ત ઇમરજન્સી એપ્રુવલ માટે રાહ જોવાઈ રહી છે, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ઇમરજન્સી એપ્રુવલના પ્રયાસોમાં લાગી ગયું છે

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા)
મુંબઈ,તા.૨૪
ભારતમાં તહેવારો બાદૃ કોરોના કેસોમાં ઝડપથી વધારો જોવા મળી રહૃાો છે. જ્યારે બીજી તરફ દૃરેકની નજર કોરોના મહામારીને રોકવા માટે તૈયાર થયેલી વેક્સીન્સ પર છે. એસ્ટ્રાઝેનેકા-ઓક્સફર્ડની કોરોના રસી રોગચાળાને રોકવામાં ૭૦ ટકા સુધી અસરકારક હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ રસીને ઇમરજન્સી એપ્રુવલ માટેની તૈયારી શરૂ કરી દૃીધી છે. અપેક્ષા છે કે ઇમરજન્સી એપ્રુવલ આ વર્ષના અંત સુધીમાં મળી જશે. કોરોના વાયરસ વેક્સીનના સકારાત્મક પરિણામો સાથે જ ભારતમાં અપેક્ષાઓ વધી છે. હકીકતમાં, ઈન્ડિયન ડ્રગ રેગ્યુલેટર ડીસીજીઆઈ દ્વારા કોરોના વાયરસ રસી માટેનો ડ્રાટ તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે કોઈપણ રસી, જે ૫૦%થી વધુ અસરકારક છે તેને મંજૂરી આપી શકાય છે.
આ કિસ્સામાં એસ્ટ્રાઝેનેકા રસી વધુ અસરકારક છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદૃાર પૂનાવાલાએ જણાવ્યું હતું કે અમે ટૂંક સમયમાં ઇમરજન્સી લાઇસન્સ માટે પ્રયત્ન કરીશું અને અમને આશા છે કે એક મહિનામાં મંજૂરી મળી જશે. અંતિમ મંજૂરી ફક્ત ડીસીજીઆઈના નિર્ણય દ્વારા લેવામાં આવે છે. પૂનાવાલાએ જણાવ્યું હતું કે, કંપનીએ અત્યાર સુધીમાં લગભગ ૪ કરોડ ડોઝનું ઉત્પાદૃન કર્યું છે. જાન્યુઆરી સુધીમાં અમે ૧૦૦ કરોડ ડોઝ તૈયાર કરીશું. તેમાંના મોટાભાગને ભારતની પ્રાધાન્યતા તરીકે રાખવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ