કોહલીએ સચિનનો વધુ એક રેકોર્ડ તોડ્યો

કોહલીએ સચિનનો વધુ એક રેકોર્ડ તોડ્યો
ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઇન્ડિયા સીરિઝ ભલે હારી ગઈ, પરંતુ કપ્તાન વિરાટ કોહલીએ બુધવારે રમાઈ રહેલી ત્રીજી વનડેમાં વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. કોહલીએ મેચમાં 23 રન બનાવતા જ સૌથી ઝડપી 12 હજાર રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ મામલે તે સચિન તેંડુલકરથી આગળ નીકળી ગયો છે.
સચિન 12 હજાર રન બનાવવા માટે 309 મેચ રમ્યો હતો. કોહલીએ 58 મેચ પહેલા જ આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ પહેલા કોહલીએ સૌથી ઝડપી 10 હજાર રન બનાવવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. આ વનડે પહેલા કોહલીએ 250 વનડેમાં 59.29ની એવરેજથી 11,977 રન બનાવ્યા હતા.
કોહલી વધુ એક સેન્ચુરી મારશે તો ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગની બરાબરી કરી લેશે. પોન્ટિંગે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 71 સદી મારી છે. જ્યારે કોહલી 70 સદી સાથે ત્રીજા નંબરે છે. ઇન્ટરનેશનલમાં સૌથી વધુ સદી મારવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે.

રિલેટેડ ન્યૂઝ