તમામ દેશવાસીને વેક્સિન આપવાની નથી: ICMR

(પ્રતિનિધિ દ્વારા)
નવીદિલ્હી તા.2
કોરોના વેક્સિનેશન અંગે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે આઇસીએમઆર અને સરકાર તરફથી ચોંકાવનારું નિવેદન આવ્યુ છે. અત્યાર સુધી સરકારના નિવેદનના આધારે એવું મનાતું હતું કે સમગ્ર દેશને વેક્સિનેશનની જરૂર પડશે, પણ આઇસીએમઆરના ડિરેક્ટર જનરલ ડો.બલરામ ભાર્ગવે કહ્યું છે કે વેક્સિનેશનની સફળતા વેક્સિનની ઈફેક્ટીવનેસ પર આધાર રાખે છે. અમારો ઉદ્દેશ કોરોનાની ટ્રાન્સમિશન ચેઈનને તોડવાનો છે. જો આપણે કેટલાક લોકોને કે થોડી વસ્તીને વેક્સિન લગાવી કોરોના ટ્રાંસમિશનને અટકાવવામાં સફળ થઈ જઈએ તો કદાંચ દરેક વ્યક્તિને એટલે કે સમગ્ર દેશ માટે વેક્સિન લગાવવાની જરૂર નહીં પડે. સરકારની ગઇકાલે યોજાયેલી પત્રકાર પરિષદમાં ઉપસ્થિત સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે પણ આ અંગે ટિપ્પણી કરી છે કે હું એ સ્પષ્ટ કરવા માંગુ છું કે સરકારે ક્યારેય સંપૂર્ણ દેશને વેક્સિન લગાવવાની વાત કરી નથી. એ જરૂરી છે કે આ પ્રકારની વૈજ્ઞાનિક બાબતો અંગે હકીકતના આધારે વાત કરવામાં આવે. સીરમ ઈન્સ્ટિટ્યુટની કોરોના વેક્સિન કોવીશીલ્ડ અંગે સર્જાયેલા વિવાદ અંગે સ્વાસ્થ્ય મંત્રાલયે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે આ પ્રકારની ઘટનાની તપાસ ડ્રગ ક્ધટ્રોલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઇ) કરી રહી છે. ભૂષણે કહ્યું કે કોઈ પણ વેક્સિનના ટ્રાયલ અગાઉ વોલેન્ટિયરની મંજૂરી મેળવવામાં આવે છે. તેમની પાસે ફોર્મ ભરાવવામાં આવે છે. જેમા એ સ્પષ્ટ લખવામાં આવે છે કે ટ્રાયલ સમયે કોઈ આડઅસર થઈ શકે છે.
કેવી કેવી આડઅસરો સર્જાઈ શકે છે તે અંગે પણ લખવામાં આવેલુ હોય છે. તેને જોયા બાદ લોકો ટ્રાયલની મંજૂરી આપે છે.
તેમણે કહ્યું કે ટ્રાયલ સમયે હોસ્પિટલમાં એક એથિક્સ કમિટી હોય છે, જે વેક્સિનની આડઅસરો પર નજર રાખે છે. જો એવી કોઈ અસરની જાણ થાય છે તો તેને 30 દિવસની અંદર જ તે અંગે ડ્રગ ક્ધટ્રોલ ઓફ ઈન્ડિયા (ઉઈૠઈં)ને જાણ કરવામાં આવે છે. ત્યારબાદ તેના દ્વારા તપાસ કરવામાં આવે છે.
વેક્સિન વિવાદ અંગે
મંત્રાલયે શુ કહ્યું
ક્લિનિકલ ટ્રાયલ બહુ કેન્દ્રિત હોય છે. એટલે કે તેના ટ્રાયલ ફક્ત એક જ જગ્યા પર થતા નથી, પણ અનેક જગ્યા પર થાય છે. ટ્રાયલ સમયે વેક્સિનની આડઅસરો પર નજર રાખનારી એથિક્સ ટીમ સરકાર અથવા એવી કોઈ કંપની હોતી નથી. તે એવી હોસ્પિટલની ટીમ હોય છે જ્યાં ટ્રાયલ ચાલી રહ્યા હોય છે. આઇસીએમઆરના ડિરેક્ટર જનરલ ડો. બલરામ ભાર્ગવે કહ્યું કે વેક્સિનની આડઅસરોની જવાબદારી નિયમનકારની હોય છે. તે આ અંગેના ડેટાને લગતી તપાસ કરે છે કે શું કોઈ ઈવેંટ અને ઈન્ટરનવેન્શન વચ્ચે કોઈ લિંગ છે. એટલે કે વેક્સિન અને વોલન્ટિયર પર થતી અસર વચ્ચે કોઈ લિંક છે?

રિલેટેડ ન્યૂઝ