HDFC બેન્કની તમામ નવી ડિજિટલ સેવા રોકતી RBI

HDFC “નવું ડિજિટલ 2.0ને લોન્ચ કરવાની તૈયારીમાં હતી ત્યારેજ પ્રતિબંધથી ખળભળાટ

(પ્રતિનિધિ દ્વારા)
નવી દિલ્હી તા. 2
ભારતીય રિઝર્વ બેન્ક RBI)) એ દેશની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેન્ક ઇંઉઋઈ બેન્કને મોટો ઝટકો આપ્યો છે. HDFC એ કહ્યું છે કે બેન્ક તમામ ડિજિટલ લોન્ચિંગને રોકી દે. તેમાં નવા ક્રેડિટ કાર્ડ પણ સામેલ છે. જોકે આ આદેશ અસ્થાયી છે. બે વર્ષમાં બેન્કને આ ત્રીજો મોટો ઝટકો લાગ્યો છે. સ્ટોક એક્સચેન્જને આપવામાં આવેલી માહિતીમાં બેન્કે જણાવ્યું હતું કે 2 ડિસેમ્બરના RBIના આદેશમાં કહેવામાં આવ્યું છે કે બેન્કના ઈન્ટરનેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ, પેમેન્ટ યુટિલિટીઝમાં સતત ઘણી અડચણો આવતી રહી છે.
આ બે વર્ષથી ચાલી રહ્યું છે. 21 નવેમ્બરે બેન્કના ઈન્ટરનેટ બેન્કિંગ અને પેમેન્ટ સિસ્ટમમાં મોટી ખામી સર્જાઈ હતી. આ ખામી પ્રાઈમરી ડેટા સેન્ટરમાં પાવર ફેલ હોવાને કારણે સર્જાઈ હતી.
HDFC બેન્કની મોટી તૈયારી
ઇંઉઋઈ બેન્ક એનું ડિજટલ 2.0ને લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. તેમાં ઘણી ડિજિટલ ચેનલ લોન્ચ થશે.
એવામાં છઇઈંનો આદેશ બેન્ક માટે એક મોટો ઝટકો છે. તેની સાથે જ અન્ય તમામ બિઝનેસ જનરેટિંગ ઈંઝ એપ્લિકેશનને રોકવાનો આદેશ આપ્યો છે. તેમાં નવા ક્રેડિટ કાર્ડ ગ્રાહકોને સોર્સિંગ કરવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
RBIના આદેશમાં એ પણ કહેવામાં આવ્યું છે કે બેન્કનું બોર્ડ આ રીતની ખામીઓની તપાસ કરે અને આનસર સીટ પણ તૈયાર કરે. અમારા તરફથી ઉઠાવવામાં આવેલાં પગલાં અથવા નિયમોને ત્યારે જ હટાવવામાં આવશે, જ્યારે તેને બેન્ક તરફથી એને સંતુષ્ટિ મળશે, એટલે કે તમામ ચીજો યોગ્ય થશે.
ઘણી વખત આવી સમસ્યાઓ પ્રકાશમાં
બેન્કની ઈંઝ સિસ્ટમમાં છેલ્લાં બે વર્ષથી ઘણા પ્રકારની ગતિવિધિઓ થઈ છે અને સતત આ જ થઈ રહ્યું છે. એ પછી છઇઈંએ આ પગલું ઉઠાવ્યું છે. બીજી તરફ, ઇંઉઋઈ બેન્કે કહ્યું છે કે તે સતત 2 વર્ષથી આ મામલામાં તમામ પગલાં ઉઠાવી રહી છે અને રેગ્યુલેટરના નિયમો મુજબ કામ કરી રહી છે. બેન્ક સાવધાની રાખી રહી છે અને આ રીતે અડચણોની સમસ્યાને હલ કરવાની કોશિશ કરી રહી છે. બેન્કે કહ્યું છે કે અમે સુનિશ્ચિત કરીએ છે કે આ પ્રકારની અડચણોની અસર તેના ગ્રાહકો પર પડશે નહિ.
ઇંઉઋઈ બેન્કના મેનેજીંગ ડિરેક્ટર શશી જગદીશને જણાવ્યું કે, અમે અમારા હાલના ગ્રાહકોને ખાતરી આપીએ છીએ કે તેઓને ચિંતા કરવાનું કોઈ કારણ નથી. વર્તમાન ગ્રાહકો બેંક સાથે ડિજીટલ ટ્રાન્ઝેક્શન ચાલુ રાખી શકે છે. તેમાં તેમને કોઈ રુકાવટ આવશે નહી.

રિલેટેડ ન્યૂઝ