જાનનું ટ્રેકટર પલ્ટી જતાં વરરાજા સહિત 6નાં મોત

(પ્રતિનિધિ દ્વારા) ખંડવા તા.3
મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં ગુરૂવારે એક ખતરનાક રોડ અકસ્માતની ઘટના સામે આવી છે. ખાલવા પોલીસ સ્ટેશનની હદમાં આવતા મહલૂ ગામ પાસે બપોરે એક જાન લઈને જઈ રહેલી ટેક્ટર ટ્રોલી કાબૂ બહાર જતાં નાળામાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં વરરાજ સહિત તેની માતા અને અન્ય છ લોકોના મોત થયા છે. જ્યારે 30થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. જ્યાં અડધો ડઝન લોકોની હાલત અત્યંત ખરાબ છે. આ દુર્ઘટનાની જાણ થતાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તથા ઘાયલ લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી દીધા હતા.
40થી વધુ જાનૈયાઓને
લઇ જઇ રહેલું ટ્રેક્ટર મેહલૂ ગામ નજીક પુલથી પસાર થતા સમયે બેકાબૂ થઇ હતું.
જેનાથી ટ્રેક્ટર-ટ્રોલી અંદાજિત 15 ફૂટ નીચે પલટી હતી.
જેને લઇને દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 6ના મોત થયા છે. જોકે પ્રત્યક્ષદર્શિઓના જણાવ્યા અનુસાર, હજુ પણ મૃત્યુ આંક વધી શકે છે. આ દુર્ઘટનામાં વરરાજા કુંવરસિંહ અને પિતા લલ્લૂરામનું પણ મોત થઇ ગયું છે. આ સિવાય મૃતકોમાં 5 મહિલાઓ સામેલ છે. જેમાં ભાગવતીબાઇ, સરજૂબાઈ, બુધિયાબાઇ, તુલસાબાઇ અને ગૌપીબાઇ સામેલ છે.

રિલેટેડ ન્યૂઝ