ભારત સિવાયના 27 દેશોમાં ‘ભંગ’ કા રંગ જમેગા ચકાચક

(પ્રતિનિધિ દ્વારા)
નવી દિલ્હી તા. 3
સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNમાં ઐતિહાસિક મતદાન બાદ ભાંગને અંતે એક દવાના રૂપમાં માન્યતા આપવામાં આવી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO))ના વિશેષજ્ઞોની અપીલ બાદ સંયુક્ત રાષ્ટ્ર (UN)એ આ નિર્ણય કર્યો છે.
સંયુક્ત રાષ્ટ્રના માદક પદાર્થ આયોગે ભાગંને તે ડ્રગ્સની લિસ્ટમાંથી હટાવી લીધી છે જેમાં હેરોઇન જેવા ખતરનાક ડ્રગ્સ પણ સામેલ હતા. હવે ભાંગને દવા રૂપે માન્યતા આપવામાં આવી છે. આ યાદીમાં તે તમામ ડ્રગ્સને રાખવામાં આવે છે જે ખુબ જ એડિક્ટિવ છે, માણસોના સ્વાસ્થ્ય માટે ખુબ જ ખતરનાક હોય છે અને જેના મેડિકલ ફાયદા ખુબ જ ઓછા અથવા તો ના બરાબર હોય છે. આ યાદીમાંથી ભાંગને હટાવી લેવામાં આવી છે. જોકે, ઞગના કાયદા અનુસાર, ભાંગને હજુ પણ નોન મેડિકલ ઉપયોગ તરીકે એક પ્રતિબંધિત ડ્રગ્સ જ માનવામાં આવશે.
પ્રતિબંધિત માદક પદાર્થોની યાદીથી કાઢવા માટે સંયુક્ત રાષ્ટ્રે મતદાન કરાવ્યું હતું. આ મતદાનના પક્ષમાં 27 દેશોને તે 25 સભ્યોએ આના વિરૂદ્ધ મતદાન કર્યું. આ ઐતિહાસિક મતદાન દરમિયાન અમેરિકા અને બ્રિટનના બદલાવના પક્ષમાં મતદાન કર્યું. ત્યારે ભારત, પાકિસ્તાન, નાઇઝીરિયા અને રશિયાએ આ ફેરફારનો વિરોધ
કર્યો હતો.
યૂએનના આ નિર્ણય બાદથી બનેલી દવાઓના ઉપયોગમાં વધારો જોવા મળી શકે છે.
આ સિવાય ભાંગને લઇને સાઇન્ટિફિક રિસર્ચને પણ ઘણું પ્રોત્સાહન જોવા મળી શકે છે.
યૂએનના આ નિર્ણય બાદ માનવામાં આવી રહ્યું છે કે કેટલાક દેશ પણ ભાંગ અને ગાંજાના ઉપયોગને લઇને પોતાની પોલિસીમાં ફેરફાર લાવી શકાય છે.

રિલેટેડ ન્યૂઝ