આઝાદ ભારતના ‘પ્રજાસત્તાક’ પર્વે અંગ્રેજ ઙખ મુખ્ય અતિથિ

(પ્રતિનિધિ દ્વારા) નવીદિલ્હી તા,3
ભારતે આગામી 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય મહેમાન તરીકે બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સનને આમંત્રણ આપ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટેલિફોન કરીને યુકેના વડા પ્રધાનને આમંત્રણ પાઠવ્યું હતું. આ મુદ્દે અધિકારિક રીતે જાહેરાત થઈ નથી. બન્ને દેશના વડા પ્રધાન વચ્ચેનો વાર્તાલાપ કોવિડ-19 રોગચાળો, ક્લાઇમેટ ચેન્જ અને અન્ય મુદ્દાઓની આસપાસ કેન્દ્રિત રહ્યો હતો. સૂત્રે એમ પણ જણાવ્યું હતું કે બન્ને નેતાઓએ પોતાની એ ઇચ્છાનો પુનરોચ્ચાર કર્યો હતો કે કોવિડ-19 રોગચાળા બાદ, પોસ્ટ-બ્રેક્ઝિટ એરામાં ભારત અને યુકે વચ્ચેની ભાગીદારીમાં વધારો કરવામાં આવશે અને સહમત થયા હતા કે વ્યાપાર અને રોકાણના મોરચે, વૈજ્ઞાનિક સંશોધનો, સ્ટુડન્ટ્સ અને પ્રોફેશનલ્સની મોબિલિટી અને સંરક્ષણ તથા સુરક્ષા જેવા ક્ષેત્રમાં જોડાણ વધારવા બાબતે જોરદાર સંભાવનાઓ છે.
જો જોન્સન વડાપ્રધાનના આમંત્રણનો સ્વીકાર કરશે તો 27 વર્ષમાં પ્રથમવાર યુકેના વડા પ્રધાન રાજપથ પરેડના મુખ્ય મહેમાન તરીકે બિરાજશે. છેલ્લે 1993માં બ્રિટનના વડા પ્રધાન જ્હોન મેજર 26 જાન્યુઆરીની પરેડમાં હાજર રહ્યા હતા. જો તેઓ ભારત આવવાનો સ્વીકાર કરશે તો 25 માર્ચ બાદ ભારતમાં આવનારા પ્રથમ વિદેશી મહાનુભાવ પણ બનશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે વડા પ્રધાને જોન્સનને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું તેની સામે જોન્સને આગામી વર્ષે યુકેમાં યોજાનારી જી7 સમિતમાં હાજર રહેવા ભારતીય વડા પ્રધાનને પણ આમંત્રણ આપ્યું હતું. જો કે બ્રિટિશ હાઈ કમિશનરે આ ઘટનાક્રમને હજુ સુધી સમર્થન આપ્યું નથી. બ્રિટિશ હાઇ કમિશનરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે સમાચારને એક યા બીજી રીતે સમર્થન આપી શકીએ નહીં. વડા પ્રધાન બોરિસ જોન્સન જેમ બને તેમ જલદીથી ભારતની મુલાકાતે આવવા આતુર છે.

જોન્સનની મુલાકાતનું પોસ્ટ-બ્રેક્ઝિટ મહત્ત્વ
યુકે વડા પ્રધાનને આમંત્રણ આપવામાં આવ્યું હોવાના સમાચાર પણ ત્યારે જ પ્રસિદ્ધ થયા છે જ્યારે યુકે વિશ્વમાં એવો પ્રથમ દેશ બન્યો છે જેણે યુએસ દવા ઉત્પાદક ફાઇઝરની કોવિડ-19 વેક્સિનને મંજૂરી આપી દીધી છે. આગામી સપ્તાહના પ્રારંભથી રોલઆઉટ શરૂ થવાની તૈયારી છે. વળી યુકેએ યુરોપિયન યુનિયન સાથેનો નાતો તોડી નાખ્યા પછી આ મુલાકાત મહત્ત્વની બને છે.

રિલેટેડ ન્યૂઝ