ઉ.પ્ર. કોંગ્રેસનાMLAએ યોગીને ભગવાન ગણાવ્યા

(પ્રતિનિધિ દ્વારા)
લખનૌ તા. 12
ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસના એક ધારાસભ્યએ જાહેરમાં જ યુપીના સીએમ યોગી આદિત્યનાથની પ્રશંસાના પુલ બાંધીને કોંગ્રેસની હાલત કફોડી કરી નાંખી છે. ઉત્તર પ્રદેશના કોંગી ધારાસભ્ય રાકેશ સિંહે કહ્યું કે યોગીજીને હું ભગવાનથી ઓછા નથી માનતો. હું તેમની પૂજા કરું છું. તેમના પર વિપક્ષ પણ આરોપ લગાવી શકે તેમ નથી.
વધુમાં તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસમાં એક પણ નેતા એવો નથી જેની સરખામણી યોગી આદિત્યનાથ સાથે થઈ શકે. રાકેશ સિંહે જણાવ્યું કે યોગી આદિત્યનાથ એવા સીએમ છે, જેમની પૂજા કરવામાં આવે છે. વિપક્ષના ધારાસભ્યો પણ તેમના માટે ખરાબ ભાષા વાપરતા નથી. યુપીમાં કોઈ ધારાસભ્ય યોગી આદિત્યનાથ જેટલા ઈમાનદાર અને કર્મઠ નથી. કોંગ્રેસમાં કોઈ નેતા એવો નથી જે તેમની સામે ઉભો રહી શકે.

રિલેટેડ ન્યૂઝ