કોરોનાની સારવારનો ખર્ચ ટેક્સ-ફ્રી થઇ શકે

(પ્રતિનિધિ દ્વારા) નવી દિલ્હી તા.12
નાણાકીય વર્ષ 2021-22માં, કેન્દ્રની મોદી સરકાર દેશના લાખો કરદાતાઓને મોટી રાહત આપવાની તૈયારી કરી રહી છે. અહેવાલ છે કે બજેટમાં મોદી સરકાર કોરોનાથી સંક્રમિત હોય તો કરાયેલી સારવાર પર ટેક્સમાંથી છૂટ આપી શકે છે.
સૂત્રોના હવાલેથી મીડિયામાં આવતા સમાચારો અનુસાર, જે કરદાતાઓનો કોઈ તબીબી વીમો નથી તેવા કરદાતાઓ માટે આ મુક્તિની જાહેરાત આ બજેટમાં કરવામાં આવી શકે છે. સૂત્રો કહે છે કે, કરદાતાઓને કોરોના સારવાર માટે કરવામાં આવતા ખર્ચ પર આવકવેરાની કલમ 80 ડીડીબી હેઠળ છૂટ આપી શકાય છે.
ખાનગી મીડિયાએ અહેવાલ આપ્યો છે કે સરકાર કોરોના વાયરસના ચેપને ચોક્કસ અથવા ગંભીર રોગની શ્રેણીમાં સમાવવા અંગે વિચારણા કરી રહી છે. ટેક્સમાંથી મુક્તિ ફક્ત તે જ લોકોને આપવામાં આવશે જેની પાસે કોઈપણ પ્રકારનો તબીબી વીમો
નથી. સમાચાર એ છે કે વર્તમાન નાણાકીય વર્ષ 2020-21થી અમલીકરણ માટે કોરોના સારવાર પરના ટેક્સમાંથી મુક્તિનો વિચાર કરવામાં આવી રહ્યો છે.
સમાચાર મુજબ સરકારને કોરોના સારવાર પર વધુમાં વધુ 1 લાખ રૂપિયાના ખર્ચ પર ટેક્સમાંથી મુક્તિ મળી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, સરકાર તરફથી કોરોનામાંથી કર મુક્તિનો ફાયદો કર્મચારીઓ પોતાને અને તેમના આશ્રિતો માટે થઈ શકે છે. જો કે, અત્યાર સુધીમાં કર્મચારીઓને કેન્સર સહિતની બે ડઝનથી વધુ બિમારીઓ પર ગંભીર બીમારી તરીકે વેરામાંથી મુક્તિ આપવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ