એક આખો દેશ ખરીદી શકાય એવો ભારતનો ખજાનો મળ્યો

14 અરબ રૂપિયા ચાંદી ભરેલા અને 70 વર્ષ પૂર્વે દરિયામાં ડૂબી ગયેલા જહાજને પૂરાતત્વ વિભાગે ખોળી કાઢ્યું

(પ્રતિનિધિ દ્વારા) નવીદિલ્હી તા,12
સોને કી ચિડિયા નામથી સમગ્ર દુનિયામાં જાણીતા ભારતને અંગ્રેજોએ એટલી હદે લૂંટ્યો કે, હવે તેનું સૌથી મોટું ઉદાહરણ એસએસ ગેરસોપ્પા જહાજ છેય પુરાતત્વ વિભાગે સમુદ્રની અંદર ડૂબેલા એસએસ ગેરસોપ્પા જહાજને શોધી કાઢ્યું છે. ઉલ્લેખનીય છે કે, પુરાતત્વ ખાતા દ્વારા શોધવામાં આવેલ જહાજમાં 14 અરબ રૂપિયાની ચાંદી મળી આવી છે. જણાવી દઇએ કે, જ્યારે એસએસ ગેરસોપ્પા જહાજ ચાંદી સાથે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ભારતના તત્કાલીન કલકત્તાથી બ્રિટન જઈ રહ્યું હતું, ત્યારે જહાજ રસ્તામાં દરિયામાં ડૂબી ગયું હતું. જાણો ભારતના કિંમતી ખજાનાની સંપૂર્ણ કહાની.. ડિસેમ્બર 1940 માં બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ભારતથી બ્રિટન જતા એસ.એસ. ગેરસોપ્પા જહાજનું બળતણ ખલાસ થઈ ગયું હતું. ભારતમાંથી ચાંદી લઇને એસ.એસ. ગેરસોપ્પા જહાજ બ્રિટનથી આયર્લેન્ડ જઈ રહ્યું હતું દરમિયાન, એસએસ ગેરસોપ્પા શિપ પર જર્મન યુ બોટ પર હુમલો થયો હતો. જેના કારણે વહાણ દરિયામાં ડૂબી ગયું હતું.
આપને જણાવી દઇએ કે, ગેરસોપ્પા જહાજ પર 85 લોકો હાજર હતા તે તમામના મોત નિપજ્યા હતા. જહાજ ડૂબતા જ ભારતનો આ ખજાનો સમુદ્રના પેટાળમાં ચાલ્યો ગયો. માટે આ ઘટનાને લઇને ભારતને મોટું નુકસાન પહોંચ્યું હતું. હકીકતમાં, જર્મનીએ આ એટલા માટે કર્યું કારણ કે તે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન દરિયાઇ માર્ગેથી પસાર થતા બ્રિટનના વ્યવસાયને રોકવા માંગતા હતો, જેથી તે નબળી પડી શકે. નોંધપાત્ર વાત એ છે કે બ્રિટનના તત્કાલીન વડા પ્રધાન વિંસ્ટન ચર્ચિલ પણ આ જ ભયનો સામનો કરી રહ્યા હતા. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન, યુરોપ અને ઉત્તર અમેરિકા વચ્ચે એટલાન્ટિક મહાસાગરનો મોટાભાગનો ભાગ જર્મન નૌકાદળ દ્વારા કબજો કરવામાં આવ્યો હતો. તે દરમિયાન કોઈ પણ દેશનું વહાણ જર્મન નૌકાદળની નજરથી બચી શક્યું નહીં.
કોણે શોધ્યો ખજાનો
2011 માં, પુરાતત્ત્વીય વિભાગને એસએસ ગેરસોપ્પા જહાજ સમુદ્રમાંથી શોધી કાઢ્યું. આ વહાણમાંથી 14 અબજ રૂપિયાની ચાંદી મળી છે. આ કિંમતી ચાંદીની શોધ કરનારી ટીમ ઓડસી મરીન ગ્રુપના સંશોધનકારોએ જણાવ્યું હતું કે તેઓએ વહાણમાંથી લગભગ 99 ટકા ચાંદી કાઢી ચૂક્યા છે. ઓડિસી મરીન ગ્રુપના અધિકારી ગ્રેગ સ્ટેમે જણાવ્યું હતું કે સમુદ્રમાં ડૂબી ગયેલા વહાણમાંથી ચાંદી મેળવવાનું ખૂબ મુશ્કેલ હતું. એસ.એસ. ગેરસોપ્પા જહાજમાં ચાંદી નાના ડબ્બામાં રાખવામાં આવી હતી, ત્યાં પહોંચવું ખૂબ મુશ્કેલ હતું.

રિલેટેડ ન્યૂઝ