16મીએ રસીકરણનો પ્રારંભ કરાવશે મોદી

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા)
નવી દિૃલ્હી, તા. ૧૩
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી ૧૬ જાન્યુઆરીએ દૃેશમાં કોરોના વેક્સિનેશનના મહાભિયાનની શરૂઆત કરશે. સાથે જ પીએમ મોદૃી દ્વારા કો-વિન એપ પણ લોન્ચ કરવામાં આવશે. દૃેશમાં ૧૬ જાન્યુઆરીથી કોરોના વાયરસ વિરુદ્ધ રસીકરણનું મહાભિયાન શરૂ થશે.
સૂત્રોનું માનીએ તો, પીએમ મોદૃી વર્ચ્યુઅલ રીતે આ અભિયાનની શરૂઆત કરી શકે છે. દૃેશના જુદૃા-જુદૃા રાજ્યોમાં આ દૃરમિયાન એક સાથે વેક્સિનેશનની શરૂઆત કરાશે.
નોંધનીય છે કે, કોરોના વેક્સિન લેનારને બે ડોઝ આપવામાં આવશે. આ માટે રજિસ્ટ્રેશન કરાવું પડશે. તે બાદૃ જ કો-વિન એપ દ્વારા રસીકરણની તારીખ, સ્થળ અને અન્ય માહિતી આપવામાં આવશે. બન્ને ડોઝ આપ્યા બાદૃ વ્યક્તિને ફોન પર જ સર્ટિફિકેટ આવી જશે.
દિૃલ્હીની વાત કરીએ તો લોકનારાયણ જય પ્રકાશ હોસ્પિટલમાં વેક્સિનેશન અભિયાનની શરૂઆત થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીની સાથે આ કાર્યક્રમમાં દિૃલ્હીની મુખ્યમંત્રી અરિંવદૃ કેજરીવાલ, સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન સામેલ થઇ શકે છે. આ ઉપરાંત રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પણ અભિયાન શરૂ કરવામાં આવશે, જ્યાં કોરોના રસીનો સંગ્રહ કરવામાં આવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ