પર્વત સામે તૂફાનની જેમ ટકરાયો ચેતેશ્ર્વર

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા)
બ્રિસબેન, તા. ૧૯
ભારતીય ટીમનું મુખ્ય ખેલાડીઓની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરિઝમાં પ્રદૃર્શન ખૂબ જ પ્રશંસનીય રહૃાું છે. સિડની ટેસ્ટમાં ધૈર્ય, વીરતા અને કાઉન્ટર એટેકનું પ્રદૃર્શન ટીમ ઈન્ડિયાએ કર્યું, તેની એક ઝલક બ્રિસબેન સેસ્ટમાં પણ જોવા મળી રહી છે. ગાબા ટેસ્ટના પાંચમા અને નિર્ણાયક દિૃવસે પુજારાએ જાણો પોતાને દિૃવાલ બનાવી લીધી હોય તેમ ક્રીઝ પર ટકી રહૃાો છે. એવામાં તેની તુલના હવે રાહુલ દ્રવિડ સાથે કરવામાં આવે છે. પરંતુ ગાબા ટેસ્ટમાં ચેતેશ્ર્વરની બેિંટગ બિલકુલ અલગ અંદૃાજમાં જોવા મળી. પેટ કમિન્સના બાઉન્સર અને શોર્ટ પિચ બોલે તેને ડરાવ્યો, ધમકાવ્યો પરંતુ ચેતેશ્ર્વર પરેશાન ન થયો. શરીર પર બોલ વાગવા સાથે પૂજારાનો આત્મવિશ્ર્વાસ અને પ્રતિબદ્ધતા વધારે મજબૂત થતી ગઈ. એક રિપોર્ટ મુજબ આ સંપૂર્ણ સીરિઝ દૃરમિયાન ભારતીય બેટ્સમેનોને ૩૨થી વધુ વખત શરીર પર બોલ વાગ્યો છે.
જો ગણતરી કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયાના બોલર્સે પાંચમા દિૃવસના ટી-સેશન સુધી ચેતેશ્ર્વર પુજારાના શરીર પર સાત વખત બોલથી વાર કર્યો. પરંતુ આ સ્ટ્રેટર્જી પુજારાના મનોબળને હલાવી શકી નહીં. પુજારા દૃરેક ઈજા બાદૃ શોર્ટ મિડ ઓન તરફ ચાલવા લાગતો અને ફરીથી પાછો ક્રીઝ પર ફરતો. તેણે ક્યારેય પેશન્સ ગુમાવ્યું નહીં.
પેટ કમિન્સના એક બાઉન્સ બોલથી બચવા માટે ચેતેશ્ર્વર પુજારાને નીચે ઝૂકવાનો પણ સમય ન મળ્યો. તે બોલની લાઈનથી હટે ત્યાં સુધીમાં બોલ એકદૃમ નજીક આવી ગયો હતો. એવામાં પુજારાએ માથું નીચે નમાવ્યું અને બોલ સીધો હેલ્મેટના પાછળના ભાગ પર વાગ્યો. અમુક જ સેકન્ડ માટે લાગ્યું કે તે ઈજાગ્રસ્ત તો નથી થઈ ગયોને પરંતુ પુજારા ફરીથી રમવા માટે બેઠો થઈ ગયો. જ્યારે પિચ પરની ક્રેકના કારણે બોલ અચાનક ઝડપી થઈને પુજારાની આંગળી પર વાગ્યો તો તેને ખૂબ પીડા થઈ રહી હતી. તેણે બેટ ફેંકી દૃીધું અને ફિઝિયો દૃોડીને આવ્યા. એકવાર તો લાગ્યું કે તે બેિંટગ જ નહીં કરી શકે. પરંતુ પુજારાએ હાર ન માની અને ફરીથી બેિંટગ શરૂ કરી. કોમેન્ટ્રી બોક્સમાં આ જોઈ રહેલા સંજય માંજરેકરે એવું પણ કહી દૃીધું કે આ ભાવુક થવાનો સમય છે, જો ટીમ ઈન્ડિયા માટે કોઈ બ્રેવરી એવોર્ડ છે તો તેને પુજારાને આપવો જોઈએ. પાંચમા દિૃવસની રમત શરૂ થતા પહેલા ઓસ્ટ્રેલિયન કોચ જસ્ટિન લેંગર પિચના નિરીક્ષણ માટે આવ્યો અને એક વીડિયોમાં તે ઘટના કેદૃ થઈ. તે ક્રીઝ પર આવે છે. શોર્ટ અને ગુડ લેન્થ પર તિરાડ જોઈને હસવા લાગે છે, જેમ કે એકાદૃ કલાકમાં ઓસ્ટ્રેલિયન બોલર ભારતના બેટ્સમેનોને આઉટ કરી દૃેશે. પરંતુ આવું કંઈ ન થયું, કમિન્સ, હેઝલવુડ અને સ્ટાર્કે આ તિરાડો પર બોલ નાખ્યો પરંતુ ભારતીય બેટ્સમેનો ડગમગ્યા નહીં.

રિલેટેડ ન્યૂઝ