મહારાષ્ટ્રમાં ધાર્મિક, રાજકીય મેળાવડા પર પ્રતિબંધ: ઉધ્ધવ

પાંચ જિલ્લાઓમાં લોકડાઉન લાગુ: નિયમ ભંગ બદૃલ ૧ લાખ રૂપિયા દૃંડ

રાજ્યમાં કોરોના વકર્યો: પુનામાં રાત્રિ કર્યુ, શાળા-કોલેજો બંધ

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ તા.૨૧
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે રાજ્યના લોકોન્ો સંબોધન કર્યું હતું. ત્ોઓએ સોમવારથી તમામ ધાર્મિક અન્ો રાજકિય કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. ત્ોઓએ કહૃાું હતું કે જો આ જ સ્થિતિ રહેશે તો રાજ્યમાં ફરી લોકડાઉન લગાવવું પડશે. ત્ોઓએ ૮ દિૃવસનું અલ્ટિમેટમ આપતા કહૃાું હતું કે લોકો લોકડાઉન ઇચ્છતા ન હોય તો ત્ોઓ માસ્ક પહેરીન્ો જ ઘરની બહાર નીકળે.
મહારાષ્ટ્રમાં કોરોનાનો પ્રકોપ વધતા સરકાર એલર્ટ મોડ પર છે. ૭ જિલ્લામાં લોકડાઉનની જાહેરાત કરી દૃેવામાં આવી છે. દૃુકાનો ફક્ત સવારે ૯ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી જ ખુલશે. જો કે કહેવામાં આવી રહૃાું છે કે રાજ્યના તમામ વિસ્તારોમાં સ્થિતિ ખરાબ નથી. કેટલાક જ વિસ્તારો પ્રભાવિત છે. અમરાવતી ડિવિઝનલ કલેકટરે રવિવારના અમરાવતી, અકોલા, બુલઢાણા, વાશિમ, યવતમાલમાં સાત દિૃવસ માટે લોકડાઉન લગાવવાની જાહેરાત કરી છે.
આ પ્રતિબંધો આગામી ૧ માર્ચ સુધી લાગુ રહેશે. લગ્નમાં ફક્ત ૨૫ લોકોના સામેલ થવાની પરવાનગી છે. તો ઓફિસોમાં ફક્ત ૧૫ કર્મચારીઓના આવવા પર પરવાનગી આપવામાં આવી છે. સાથે જ સ્કૂલ-કોલેજ પણ બંધ રહેશે. આ ઉપરાંત પ્ાૂણેમાં પણ લોકોના હરવા-ફરવા પર રાત્રે ૧૧ વાગ્યાથી લઇન્ો સવારે ૬ વાગ્યા સુધી પ્રતિબંધઘ રહેશે. જોકે આ દૃરમિયાન જરુરી કામોથી જોડાયેલ લોકો આવન-જાવન કરી શકશે. આ જાણકારી પુણે વિભાગીય કમિશ્ર્નરે આપી છે.
જિલ્લામાં ૨૮ ફેબ્રુઆરી સુધી સ્કૂલ-કોલેજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંત્રી વિજય વડેટ્ટીવારે શનિવારના જણાવ્યું કે, જો રાજ્યમાં કેસો સતત વધતા રહૃાા તો ૧૨ કલાકનું નાઇટ કરફયુ લગાવવામાં આવશે. મહારાષ્ટ્રમાં કોવિડની સ્થિતિ બગડેલી છે. નાઇટ કરફયુન્ો લઇન્ો રાજયના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે બ્ોઠક થવાની છે. ત્યારબાદૃ સરકાર આ કરફયુ પર નિર્ણય લઇ શકે છે. પ્રતિબંધો ઉપરાંત સરકારે આ વખત્ો દૃંડન્ો લઇન્ો સખ્ત કાર્યવાહીનો નિર્ણય કર્યો છે.જો કોઇ લગ્નમાં કોવિડ નિયમોનું ઉલ્લંઘન કરીન્ો ૫૦ થી વદૃારે લોકોન્ો ભેગા થવાની પરવાનગી આપ્ો છે, તો ત્ોના ઉપર ૧ લાખ રુપિયાનો દૃંડ ફટકારવામાં આવશે. બીએમસીએ કોવિડ નિયમોનું પાલન ના કરતા મુંબઇવાસીઓ પાસ્ોથી ૩૨ લાખ રૂપિયાનો દૃંડ વસુલ્યો છે. મળતી માહિતી પ્રમાણે માર્શલ્સ્ો ૨૦ ફેબ્રુઆરીના ૧૮ લાખથી વધારે લોકો પર માસ્ક ના પહેરવાના કારણે દૃંડ લગાવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે આ દૃરમિયાન સૌથી વધારે રકમ અંધેરી અન્ો બાંદ્રાથી વસુલવામાં આવી છે.
કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને પુનાના જિલ્લા વહીવટીતંત્રે નાઇટ ફર્યુ જાહેર કર્યું છે. જિલ્લામાં રાતના ૧૧ થી સવારે ૬ વાગ્યા સુધી બિન-જરૂરી પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવશે નહીં. આ ઉપરાંત ૨૮ ફેબ્રુઆરી સુધી શાળાઓ, કોલેજો અને ખાનગી કોિંચગ સંસ્થાઓને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેસ્ટોરન્ટ પણ રાત્રે ૧ વાગ્યાને બદૃલે ૧૧ વાગ્યે બંધ થશે.
વહીવટી તંત્રનું કહેવું છે કે નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠક બાદૃ નિર્ણય લેવામાં આવ્યો છે. કર્યુના નિર્ણયની ઘોષણા કરતા પૂનાના વિભાગીય કમિશનર સૌરભ રાવે જણાવ્યું હતું કે જિલ્લામાં વાયરસના હોટસ્પોટ્સની ઓળખ થઈ છે. તદૃનુસાર, કડકતાનો ઉપયોગ કરવામાં આવી રહૃાો છે.
ભારતમાં કોરોના વાયરસના કેસમાં ફરીથી ઉછાળો જોવા મળી રહૃાો છે. ખાસ કરીને પંજાબ, મહારાષ્ટ્ર, કેરળ અને મધ્ય પ્રદૃેશમાં કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે. જે નવા કેસ વધ્યા છે તેમાં મહારાષ્ટ્રમાં ઘણા કેસોમાં કોરોનાના નવું સ્વરૂપ જોવા મળ્યું છે જે વધારે ઝડપથી ફેલાઈ શકે છે તેવું માનવામાં આવી રહૃાું છે. મહારાષ્ટ્રના વિદૃર્ભ પ્રાંત અને મુંબઈમાં કોરોનાના નવા સ્વરૂપના કેસ જોવા મળ્યા છે જેના કારણે સ્થાનિક સત્તાધીશોને ફરીથી લોકડાઉન કરવાની ફરજ પડી છે.

રિલેટેડ ન્યૂઝ