Rઅશ્વિન 400!

ભારતીય ઓફ-સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઇંગ્લેન્ડ સામે અમદાવાદના નરેન્દ્ર સ્ટેડિયમ ખાતેની ત્રીજી ટેસ્ટમાં જોફરા આર્ચરને આઉટ કરીને કરિયર 400મી વિકેટ લીધી છે. અશ્વિને પોતાની 77મી ટેસ્ટમાં 400 વિકેટ પૂરી કરી છે.
તે આ સિદ્ધિ મેળવનાર વર્લ્ડનો બીજો સૌથી ઝડપી બોલર બન્યો છે.
શ્રીલંકાનો મુથૈયા મુરલીધરને 72 ટેસ્ટમાં 400 વિકેટ પૂરી કરી હતી અને આ સૂચિમાં પ્રથમ સ્થાને છે.
અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વખત ઇંગ્લેન્ડના ઓપનર એલિસ્ટર કુક અને બેન સ્ટોક્સને આઉટ કર્યા છે. અશ્વિને બંનેને 10-10 વાર પેવેલિયન ભેગા કર્યા છે. તે ઉપરાંત અશ્વિન વર્લ્ડનો એકમાત્ર બોલર છે, જેણે ટેસ્ટ ક્રિકેટમાં 400 ડાબોડી બેટ્સમેનને આઉટ કર્યા છે.

રિલેટેડ ન્યૂઝ