વિસ્ફોટક મુકવાની જવાબદૃારી આખરે જૈશ-ઉલ-િંહદૃે લીધી

અંબાણી પાસેથી પૈસાની માંગ કરાઈ, માંગણીઓ નહીં સ્વીકારે તો હવે તે તેમના પુત્રની ગાડી પર હુમલો કરશે

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા)
મુંબઇ,તા.૨૮
મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટ મળવાના કેસમાં રવિવારે મોટા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આતંકી સંગઠન જૈશ-ઉલ-હિન્દૃે અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક રાખવાની જવાબદૃારી લીધી છે. એવું કહેવામાં આવ્યું છે કે, આ ઘટનાની જવાબદૃારી લેતા જૈશ-ઉલ-િંહદૃે કહૃાું કે, બિગ પિક્ચર આના અભી બાકી હે’. તમને જણાવી દૃઈએ કે આ કેસમાં એનઆઈએ અને મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચ તપાસ કરી રહી છે. એક ટેલિગ્રામ મેસેજમાં જૈશ-ઉલ-ઉલ િંહદૃે દૃાવો કર્યો હતો કે એસયુવીમાં વિસ્ફોટકો મુકનારા આતંકીઓ સલામતી સાથે ઘરે પહોંચી ગયા છે. મેસેજમાં આગળ લખ્યું છે કે આ માત્ર એક ટ્રેલર હતું અને આખી પિક્ચર આવવાની બાકી છે. આ મેસેજમાં મુકેશ અંબાણી પાસેથી પૈસાની પણ માંગ કરવામાં આવી છે. એવું લખ્યું છે કે જો અંબાણી તેની માંગણીઓ નહીં સ્વીકારે તો હવે તે તેમના પુત્રની ગાડી પર હુમલો કરશે.
ટાઈટલવાળા મેસેજમાં આતંકીઓએ લખ્યું છે કે તમે (અંબાણી) જાણો છે કે શું કરવાનું છે. તમને જે પૈસા ચૂકવવાનું કહેવામાં આવ્યું છે તે ટ્રાન્સફર કરો અને તમારા ’ફેટ કિડ્સ સાથે ખુશીથી રહો. જણાવી દૃઈએ કે, જૈશ-ઉલ-િંહદૃ સંગઠને દિૃલ્હીમાં ઇઝરાઇલી દૃૂતાવાસ પર હુમલો કરવાની જવાબદૃારી પણ લીધી હતી. આ કેસમાં મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ અને એનઆઈએ સાથે મળીને તપાસ કરી રહૃાા છે. પોલીસે આ કેસમાં પહેલાથી જ આતંકી એંગલની આગાહી કરી હતી. જોકે, કોઈ આતંકી સંગઠન જવાબદૃારી ન લેતા પોલીસ સ્પષ્ટપણે તેની પુષ્ટિ કરી રહી નહોતી. વિસ્તારના લાગેલા સીસીટીવી ફૂટેજમાં કાર પાર્ક કરતો એક શંકાસ્પદૃ શખ્સ પણ દૃેખાયો હતો અને તેના ચહેરા પર માસ્ક હતું. પોલીસે શંકાસ્પદૃ વ્યક્તિની ઓળખ કરી છે અને આ કેસમાં તેના કનેક્શનની તપાસ કરવામાં લાગી ગઈ છે. પોલીસને બાતમી મળી હતી કે કારમાં મુકવામાં આવેલા વિસ્ફોટક કાનપુરમાં બનાવવામાં આવ્યા છે. પોલીસે વિસ્ફોટકો બનાવતી કંપની પાસેથી વિસ્તૃત માહિતી લીધી છે. કારમાંથી જે ધમકીભર્યો પત્ર મળી આવ્યો હતો તે ગુજરાતી ભાષામાં હતો. જો કે, આતંકવાદૃી સંગઠને જવાબદૃારી લેતા જે મેસેજ જારી કર્યો છે તે અંગ્રેજીમાં છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર જિલેટીનથી ભરેલી એક કાર મળી આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે કારમાંથી અઢી કિલોની ૨૦ સ્ટીક જપ્ત કરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ