ઇસરો દ્વારા એમેજોનિયા સહિત ૧૮ સેટેલાઈટ સફળતાપૂર્વક લૉન્ચ

ઈસરોએ વર્ષનું પહેલું મિશન પીએસએલવી-સી ૫૧ લોન્ચ કર્યું,૨૦૨૧માં ભારતનું આ પ્રથમ અંતરિક્ષ અભિયાનPSLV રોકેટ માટે ખૂબ જ લાંબુ હશે

(જી.એન.એસ.)
શ્રીહરિકોટા,તા.૨૮
ભારતના ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન દ્વારા રવિવારે ૧૯ ઉપગ્રહ અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા છે. ભારતીય રોકેટ પીએસએલવી-સી૫૧ને રવિવારે સવારે ૧૦.૨૪ મિનટ પર આંધ્રપ્રદૃેશના શ્રીહરિકોટામાં સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી એક લોન્ચ પેડના સહારે રવાના કરવામાં આવ્યું છે. આ રોકેટથી ૬૩૭ કિલોના બ્રાઝીલિયાઈ ઉપગ્રહ અમેઝોનિયા-૧ સહિત ૧૮ અન્ય સેટેલાઈટ્સ પણ અંતરિક્ષમાં મોકલાઈ રહૃાાં છે. તેમાંથી ૧૩ અમેરિકાના છે. આ જ મિશનમાં ઈસરોએ અંતરિક્ષમાં ભગવદૃ ગીતા અને વડાપ્રધાન મોદૃીની તસવીર મોકલી છે.૨૦૨૧માં ભારતનું આ પ્રથમ અંતરિક્ષ અભિયાન ઁજીન્ફ રોકેટ માટે ઘણુ લાંબુ હશે, કારણ કે તેને ઉડવાની સમય સીમા ૧ કલાક ૫૫ મિનિટ અને ૭ સેકન્ડની હશે. રવિવારે સવારે રોકેટના લોન્ચિંગની સાથે જ ભારત તરફથી લોન્ચ કરવામાં આવેલા વિદૃેશી સેટેલાઈટની કુલ સંખ્યા ૩૪૨ થઈ ગઈ છે.
ઈસરો ૨૮ ફેબ્રુઆરીએ પીએસએલવી-સી૫૧ રોકેટથી બ્રાઝીલના સેટેલાઈટ અમેઝોનિયા-૧ અને ત્રણ ભારતીય સેટેલાઈટ/ પેલોડ લોન્ચ કર્યા છે. આ ત્રણેય ભારતીય સેટેલાઈટ ભારતના જ સ્ટાર્ટઅપ્સ દ્વારા વિકસિત કરવામાં આવ્યા છે. તેના નામ આનંદૃ, સતીશ ધવન સેટેલાઈટ અને યુનિટી સેટ છે. સતીશ ધવન સેટેલાઈટને સ્પેસ કિડ્સ ઈન્ડિયા નામના સ્ટાર્ટઅપે બનાવ્યું છે. તેમાં ભગવદૃ ગીતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીનો ફોટો અને નામ પણ સામેલ છે.
સ્પેસ કિડ્સ ઈન્ડિયાના સીઈઓ ડૉ. કેસને કહૃાું કે, અમારા જેવા સ્ટાર્ટઅપને મોકો આપવો જોઈએ. તેથી અમે ઘણાં લોકોના નામ મંગાવ્યા હતા. અમારી પાસે અંદૃાજે ૨૫ હજાર નામ છે, જેમાંથી ૧૦૦૦ નામ ભારતની બહારના લોકોના છે. હવે આ નામ સેટેલાઈટ દ્વારા અંતરિક્ષમાં જશે. તેમાં વડાપ્રધાન મોદૃીનું નામ અને ફોટો સેટેલાઈટના ઉપરની પેનલ પર છે.
આ પહેલીવખત છે જ્યારે ભારતની ખાનગી કંપનીના સેટેલાઈટમાં લોકોના નામ અંતરિક્ષમાં જઈ રહૃાા છે.

રિલેટેડ ન્યૂઝ