પંજાબમાં ૩૦ એપ્રિલ સુધી રાત્રિ કર્યુ લાગુ

પંજાબમાં ૩૦ એપ્રિલ સુધી રાત્રિ કર્યુ લાગુ
(જી.એન.એસ) અમૃતસર,તા.૭
દૃેશમાં કોરોના વાયરસની બીજી લહેર બેફામ બની છે. જેને લઇને વિવિધ રાજ્યોની અંદૃર ફરી વખત પ્રતિબંધો લાગુ કરવામાં આવી રહૃાા છે. પંજાબ સરકારે પણ રાજ્યામાં ૩૦ એપ્રિલ સુધીનો નાઇટ કર્યુ લગાવવાની જાહેરાત કરી છે. આ નાઇટ કર્યુ રાજ્યના તમામ જિલ્લામાં લાગુ થશે. રાત્રે ૯ વાગ્યાથી સવારે ૫ વાગ્યા સુધી રાત્રિ કર્યુ લાગુ રહેશે.
આ પહેલા રાત્રિ કર્યુ રાજ્યના ૧૨ જિલ્લામાં લાગુ કરાયો હતો. આ રાત્રિ કર્યુ ૧૦ એપ્રિલ સુધી હતો. જ્યારે હવે આખા રાજ્યમાં રાત્રિ કર્યુ લાગુ કરવામાં આવ્યો છે. બુધવારે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમિંરદૃર િંસહની અધ્યક્ષતામાં કોરોના કોસની સમીક્ષઆ અંગે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અમરીંદૃર િંસહે પહેલા જ ચેતવણી આપી હતી કે જો લોકો માનશે નહીં તો ૮ એપ્રિલથી વધારે કડકાઇ કરવમાં આવશે.
આ સિવાય રાજ્ય સરકારે રાજકિય મેળાવડા પર સંપૂર્ણ પ્રતિબંધ મુક્યો છે. આ સાથે જ કોઇ પણ આઉટડોર કાર્યક્રમની અંદૃર વધારેમાં વધારે ૧૦૦ લોકો અને ઇનડોર કાર્યક્રમની અંદૃર માત્ર ૫૦ લોકોની મંજૂરી આપવામાં આવી છે. પંજાબમાં વધી રહેલા કોરોના કેસોની સંખ્યા અંગે કેન્દ્ર સરકારે ચેતવણી આપી હતી. કેન્દ્રએ કહૃાું હતું કે પંજાબમાં આવતા કોરોના કેસમાં ૮૦ ટકા કેસ બ્રિટેનના સ્ટ્રેનના છે. જે પહેલા કરતા વધારે જોખમી છે. જે બાળકો અને યુવાનોને પણ ઝપેટમાં લઇ રહૃાો છે.

રિલેટેડ ન્યૂઝ