કર્યુનો ભંગ બદૃલ પોલીસે ૩૦૦ ઉઠ-બેસ કરાવતા મોત

ફિલિપાઈન્સની આઘાતજનક ઘટના

પોલીસની અમાનવિયતાથી સામાન્યજન્ો જીવ ગુમાવ્યો

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા)
મનીલા, તા.૭
ફિલિપાઈન્સમાં એક વ્યક્તિનો કોરોના કર્ફ્યૂ તોડવો પોલીસવાળાઓને એટલો ખટકી ગયો કે તેમણે તે વ્યક્તિને ૧૦૦ ઉઠકબેઠક કરવાની સજા ફટકારી. ઓન ધ સ્પોટ સજા આપવામાં તેઓ સફળ રહૃાાં પરંતુ આમ છતાં તે વ્યક્તિનો જુસ્સો તૂટ્યો નહીં અને તે હસતો જ રહૃાો. તો પોલીસકર્મીઓએ સજા ત્રણ ગણી વધારી દૃીધી. તેની પાસે ત્રણસોવાર ઉઠકબેઠક કરાવી અને પછી છોડી દૃીધો. પરંતુ જ્યારે તે વ્યક્તિ ઘરે પહોંચ્યો તો સતત તેની તબિયત બગડતી ગઈ. પછી તો ગણતરીના કલાકોમાં તેનું મોત થયું. ફિલિપાઈન્સમાં કોરોનાના વધતા કેસ જોતા કડક કર્ફ્યૂ લાગુ કરાયો છે. જો કે ડેરેન પેનારેડોન્દૃો (૨૮)એ મજબૂરીમાં ઘરમાંથી બહાર નીકળવું પડ્યું. કારણ કે તેના ઘરમાં પાણી ખતમ થઈ ગયું હતું. આવામાં તે સ્થાનિક પોલીસને હાથ ચડી ગયો. ત્યારબાદૃ પોલીસવાળાએ તેને ઉઠક બેઠક કરાવી અને અમાનવીય વર્તણૂંકનો પરિચય કરાવ્યો. જેના કારણે તેનો જીવ જતો રહૃાો. આ ઘટના ૧ એપ્રિલની છે. જ્યારે રાતના સમયે ડેરેન પેનારેડોન્દૃો પાણી લેવા માટે ઘરની બહાર નીકળ્યો હતો. ડેઈલી મેઈલના અહેવાલ મુજબ ફિલિપાઈન્સમાં કોરોનાના વધતા કેસ જોતા સાંજે ૬ વાગ્યા બાદૃ કર્ફ્યૂ લગાવી દૃેવામાં આવ્યો છે. જો લોકો આ કર્ફ્યૂનો ભંગ કરતા જોવા મળે તો પોલીસ તેમને ઓન ધ સ્પોટ સજા આપે છે. જો કે ફિલિપાઈન્સ પોલીસના આ વર્તનની આંતરરાષ્ટ્રીય સ્તરે ખુબ ટીકા થઈ રહી છે. આ સમગ્ર મામલે ઉચ્ચાધિકારીઓએ સ્થાનિક પોલીસ વિરુદ્ધ કાર્યવાહીની વાત કરી છે. ફિલિપાઈન્સની કુલ વસ્તી ૧૦૭ મિલિયન છે. અહીંની રાજધાની મનીલાના જ મેટ્રોપોલિટલ રીજનમાં દૃરરોજ ૧૦ હજારથી વધુ કેસ સામે આવી રહૃાા છે. ત્યારબાદૃ સરકારે મજબૂરીમાં આકરો કર્ફ્યૂ લાદૃવો પડ્યો છે. જો કે સરકારની ટીકા એટલા માટે થઈ રહી છે કારણ કે દૃેશમાં સ્વાસ્થ્ય વ્યવસ્થા કથળી ગઈ છે.

રિલેટેડ ન્યૂઝ