જેલમાંથી AIIMSમાં આવેલા આસારામનાં દર્શનની પડાપડી!

ગુરૂપૂર્ણિમાએ ભકતોને આશીર્વાદને બદલે પોલીસનો લાઠીચાર્જ મળ્યો !

(પ્રતિનિધિ દ્વારા)
જોધપુર,તા.24
દુષ્કર્મ બાબતે ઉમરકેદની સજા ભોગવી રહેલા આસારામ ગુરુ પૂર્ણિમા પર પોતાના સાધકોને ચહેરો બતાવવા જેલમાંથી બહાર આવી જ ગયા. આસારામની તબીયત ઠીક ન હોવાથી મેડિકલ તપાસ માટે શનિવારે અઈંઈંખજમાં લાવવામાં આવ્યા હતા. જેની સૂચના તેમના સાધકોને પહેલેથી જ હતી.
ગડબડીની શંકાથી પોલીસે તેમને ખદેડવાનુ શરુ કર્યુ.
જોધપુર જેલની બહાર પણ મોટી સંખ્યામાં સાધકો આવ્યા હતા. પોલીસનું વાહન આસારામને લઈને નીકળ્યુ ત્યારે સાધકો તેમની એક ઝલક જોવા માટે બેબાકળા થઈ ગયા હતા. પોલીસે ડડા ફટકારી તેમને ભગાવી દીધા હતા. ભાગદોડમાં અનેક મહિલાઓ પડી ગઈ હતી. તેમાંથી કેટલીકને ઈજાઓ પણ થઈ છે
આસારામને જોધપુર જેલમાંથી કડક સુરક્ષા વચ્ચે અઈંઈંખડ લાવવામાં આવ્યાં હતા. અહીં તેમની ખછઈં) કરવામાં આવી અને બીજી કેટલીક તપાસ પણ કરવામાં આવી રહી છે. આસારામે પોતાના ઇલાજ માટે ગુરુ પુર્ણિમાનો દિવસ પસંદ કર્યો, તેમને 2 દિવસ પહેલા અઈંખજા લાવવાના હતા પરંતુ વિવિધ બહાના બતાવી તેઓ આવ્યા નહીં શનિવારે જાતે આવવા તૈયાર થઇ ગયા.
તેમના આવવાની જાણ તેમના સાધકોને પહેલેથી થઇ હતી. ગુરુ પૂર્ણિમા પર તેમના દર્શન માટે સવારથી અઈંઈંખજનો બહાર આવી ગયા હતા. દર વર્ષે આસારામના સાધકો જેલ બહાર ભેગા થઇ પૂજા કરે છે.

રિલેટેડ ન્યૂઝ