મહારાષ્ટ્ર: 48 કલાકમાં 136નાં મોત: હજૂ 48 કલાક જોખમી

મેઘ તાંડવે હાહાકાર મચાવ્યા બાદ સેનાની ત્રણેય પાંખ અને ગઉછઋ રાહત-બચાવમાં તૈનાત

મુંબઈ,તા.24
મહારાષ્ટ્ર તરફથી અભૂતપૂર્વ ક્હેવામાં આવતા વરસાદૃનો ક્હેર ચાલુ જ છે. ક્હેવામાં આવી રહૃાું છે ક્ે ગુરુવાર સાંજથી અત્યારસુધી અલગ અલગ ઘટનાઓમાં રાજ્યમાં ક્ુલ 136 લોક્ોનાં મોત થયા છે. આ ઉપરાંત રાજ્યના અનેક્ ગામોનો મુખ્ય મથક્ સાથેનો સંપર્ક્ તૂટી ગયો છે. રાજ્યમાં સેનાઓની મદૃદૃથી મોટાપાયે બચાવક્ાર્ય ચાલી રહૃાું છે. ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થયેલા થાણે, રાયગઢ, રત્નાગિરી, સતારા, સાંગલી અને ક્ોલ્હાપુર જિલ્લાના સાત હજારથી વધારે લોક્ોને બચાવવામાં આવ્યા છે. આ દૃુર્ઘટનાઓમાં માર્યા ગયેલા લોક્ોને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાક્રે સરક્ારે પાંચ લાખ રૂપિયા અને રાજ્ય સરક્ારે બે લાખ રૂપિયાના વળતરની જાહેરાત ક્રી છે. ચિપલૂનની ક્ોવિડ હૉસ્પિટલના પરિસરમાં પાણી ભરાઈ ગયું છે. જેના પગલે હૉસ્પિટલમાં દૃાખલ આઠ લોક્ોનાં મોત થયા હતા. ક્લેકટર બીએન પાટીલે જાણક્ારી આપી ક્ે, “ચાર લોક્ો વેન્ટિલેટર પર હતા. જેમના મોત વીજળીનો પુરવઠો બંધ થતા થયા હોઈ શક્ે છે. જ્યારે ચાર લોક્ો ટ્રૉમાને ક્ારણે મોતને ભેટ્યા હતા.” આ દૃરમિયાન એક્લા રાયગઢ જિલ્લામાં 45 લોક્ોનાં મોત થયા છે. અલગ અલગ બનાવમાં 13 લોક્ો ઈજાગ્રસ્ત થયા છે. જિલ્લામાં આશરે 40 લોક્ો ગુમ છે. મહાડ તાલુક્ાના તાલિયે ગામમાં જાનહાનીની સૌથી વધારે 32 ક્ેસ નોંધવામાં આવ્યા છે. રાજ્યના પશ્ર્ચિમ અને ઉત્તર વિસ્તારોમાં ભૂસ્ખલના સમાચાર છે. પોલાડપુર તાલુક્ાના ગોવેલ પંચાયતમાં ગુરુવારે રાત્રે 10 વાગ્યા ભૂસ્ખલન થયું હતું. જેમાં 10થી વધારે ઘર પ્રભાવિત થયા હતા. ઘટનાસ્થળેથી છ મૃતદૃેહ મળી આવ્યા છે. જ્યારે 10 લોક્ોને બચાવી લેવામાં આવ્યા હતા. સતારાના ક્લેકટર શેખર સિંહે જણાવ્યું ક્ે, પાટનમાં અનેક્ જગ્યાએ લેન્ડસ્લાઇડિંગ થયું છે. જે બાદૃમાં 30 લોક્ો લાપતા બન્યા છે. 300થી વધારે લોક્ોને બચાવી લેવામાં આવ્યા છે.

રિલેટેડ ન્યૂઝ