બિગ લૉસ: ટીવી-સ્ટાર સિધ્ધાર્થ શુક્લા પણ અકાળે સૂ-‘શાંત’ થયા

મોતનાં ષડયંત્રની આશંકા સાથે પરિવાર પોલીસનાં સંપર્કમાં

હાર્ટઍટેક જીવલેણ નિવડ્યાનો પ્રાથમિક રિપોર્ટ: બોલિવૂડ-ટૅલિવૂડમાં ઘેરો આઘાત

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા) મુંબઈ, તા.2
પોપ્યુલર ટીવી એકટર અને ’બિગ બોસ 13’ના વિજેતા રહી ચૂક્ેલા સિદ્ધાર્થ શુકલાનું નિધન થયું છે. 40 વર્ષીય સિદ્ધાર્થ શુકલાનું વહેલી સવારે હાર્ટ અટેક્ના લીધે નિધન થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સિદ્ધાર્થ શુકલા રાત્રે દૃવા લઈને સૂઈ ગયો હતો પરંતુ દૃવા શેની હતી તેની ક્ોઈ જાણક્ારી મળી નથી. સિદ્ધાર્થના મૃતદૃેહનું હાલ મુંબઈની ક્ૂપર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ થયું.
મીડિયા રિપોર્ટ પ્રમાણે, સિદ્ધાર્થ શુકલાને ક્ૂપર હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં ડૉકટરોએ તેને મૃત જાહેર ર્ક્યો હતો. સિદ્ધાર્થ શુકલા પોતાની પાછળ મા અને બે બહેનોને રડતા મૂક્ીને ગયો છે.
2 સપ્ટેમ્બરની સવારે બોલિવુડ અને ટીવી એકટર સિદ્ધાર્થ શુકલાના અવસાનની ખબરથી મનોરંજન ઈન્ડસ્ટ્રી ઊંડા શોક્માં સરી પડી છે. માત્ર 40 વર્ષની વયે સિદ્ધાર્થનું નિધનથી પરિવાર, મિત્રો અને ફેન્સને વજ્રાઘાત લાગ્યો છે. ડૉકટરોના ક્હેવા અનુસાર સિદ્ધાર્થ શુકલાનું નિધન હાર્ટ અટેક્ના ક્ારણે થયું છે. પરંતુ ક્ેટલાક્ મીડિયા રિપોટર્સમાં સિદ્ધાર્થના મોત સાથે ષડયંત્ર જોડાયું હોવાની ચર્ચા થઈ રહી છે.
ત્યારે સિદ્ધાર્થના પરિવારે મુંબઈ પોલીસનો સંપર્ક્ ર્ક્યો છે.
લેટેસ્ટ મીડિયા રિપોર્ટ પ્રમાણે, સ્વર્ગસ્થ સિદ્ધાર્થ શુકલાના પરિવારે મુંબઈ પોલીસને જણાવ્યું છે ક્ે, સિદ્ધાર્થના મોતના ક્ારણ અંગે વિવિધ અફવા ફેલાઈ રહી છે. પરંતુ તેના મોતમાં ક્ોઈ ષડયંત્ર નથી અને તે ક્ોઈ માનસિક્ દૃબાણમાં પણ નહોતો. પરિવાર નથી ઈચ્છતો ક્ે સિદ્ધાર્થના મોતના ક્ારણે અંગે ક્ોઈપણ પ્રક્ારની અફવા ફેલાય.
મીડિયા રિપોર્ટમાં ઉલ્લેખ હતો ક્ે, સિદ્ધાર્થ શુકલાએ રાત્રે ઊંઘતા પહેલા ક્ોઈ ગોળી લીધી હતી અને ત્યારબાદૃ તે ઊઠ્યો જ નહીં. ડૉકટરોએ હાર્ટ અટેક્ના લીધે મોત થયું હોવાની પુષ્ટિ ક્રી છે. સવારે સિદ્ધાર્થને ક્ૂપર હોસ્પિટલમાં લઈ જવાયો ત્યારે તેનું નિધન થઈ ચૂક્યું હતું. જોક્ે, હજી તેનું પોસ્ટમોર્ટમ થયું. આ તરફ એવા અહેવાલો પણ વહેતા થયા છે ક્ે, સિદ્ધાર્થ શુકલા ગત રાત્રે જે બીએમડબ્લ્યૂ ક્ાર દ્વારા ઘરે પહોંચ્યો હતો તેનો પાછળનો ક્ાચ તૂટેલો છે. ક્ારની હાલ જોતાં ચર્ચા શરૂ થઈ ક્ે શું સિદ્ધાર્થનો ક્ોઈની સાથે ઝઘડો થયો હતો અને તેના ક્ારણે તે ડિસ્ટર્બ હતો?
જોક્ે, પોલીસ સમક્ષ સિદ્ધાર્થના પરિવારે આવી ક્ોઈ આશંક્ા વ્યકત નથી ક્રી. હાલ તો પોલીસ આ મામલે તપાસ ક્રી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદૃ નિધનનું અસલી ક્ારણ હાર્ટ અટેક્ છે ક્ે ક્ેમ તેની પુષ્ટિ થઈ જશે. સિદ્ધાર્થ પોતાની પાછળ વૃદ્ધ મા અને બે બહેનોને વિલાપ ક્રતી મૂક્ી ગયો છે. સિદ્ધાર્થ પોતાની મમ્મીની ખૂબ નજીક્ હતો અને તેમના લીધે જ મોડલિંગની દૃુનિયામાં પગ મૂક્યો હતો.

રિલેટેડ ન્યૂઝ