માયાવતીએ “ડૉન ને કદ પ્રમાણે વેતર્યો

મુખ્તાર અંસારીની ટિકિટ કાપી : હવે કોઈ માફિયાને બસપા ટિકિટ નહીં આપે

(એજન્સી) લખનૌ તા. 10
ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષ થનારી વિધાનસભા ચૂંટણી પહેલા બીએસપી પ્રમુખ માયાવતીએ મોટી જાહેરાત કરી છે અને કહ્યું છે કે આગામી ચૂંટણીમાં બીએસપી કોઈ પણ માફિયાને ટિકિટ આપશે નહિ. માયાવતીએ ટ્વિટ કરીને કહ્યું કે બીએસપીનો સંકલ્પ કાયદા દ્વારા કાયદાનું રાજ છે. સાથે જ યુપીની તસ્વીરને પણ હવે બદલવાની છે. તેના ભાગરૂપે માયાવતી મુખ્તાર અંસારીની ટિકિટ કાપી છે.
બીએસપી પ્રમુખ માયાવતીએ ટ્વિટ કરીને કહ્યું કે બીએસપી આગામી ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂેંટણીમાં કોઈ પણ બાહુબલી કે માફિયા વગેરેને પાર્ટીમાંથી ચૂંટણી ન લડાવવામાં આવે. તેના એક ભાગરૂપે અઝમગઢ મંડળની મઉ વિધાનસભા સીટ પરથી હવે મુખ્તાર અંસારીને નહિ પરંતુ યુપીના બીએસપી સ્ટેટ અધ્યક્ષ ભીમ રાજભરનું નામ ફાઈનલ કરવામાં આવ્યું છે.
માયાવતીએ કહ્યું કે જનતાની કસોટી અને તેમની આશા પર ખરા ઉતરવાના પ્રયત્ન અંતર્ગત કરવામાં આવેલા આ નિર્ણયના ભાગરૂપે પ્રભારીઓને અપીલ કરવામાં આવી છે કે તે પાર્ટીના ઉમેદવારોનું સિલેક્શ કરતી વખતે એ બાબત પર ધ્યાન રાખે, જેથી સરકાર બનવા પર આવા તત્વોની વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં કોઈ મુશ્કેલી ન થાય.
ઉત્તરપ્રદેશમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે જેને લઇને હાલ રાજનીતિમાં ગરમાગરમી ચાલી રહી છે. બસપા સુપ્રીમોએ મુખ્તાર અંસારીને ટીકીટ આપવાથી સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે ત્યારબાદ એઆઇએમઆઇએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ બાહુબલી વિધાયકને ખુલ્લી ઓફર કરી દીધી છે. ઓવૈસીએ કહ્યુ કે મુખ્તાર અંસારી ઉત્તરપ્રદેશની જે બેઠક પર ચુંટણી લડવા માંગે તેમને ટિકિટ આપવા પ્રીટી તૈયાર છે.
ઓવૈસી મિશન યુપીમાં શરૂ થયું છે. ઓવૈસી આ મહિનાની 22 મી, 25 મી, 26 મી અને 30 મી તારીખે યુપી પ્રવાસ પર રહેશે. તેઓ 22 મી સપ્ટેમ્બરના રોજ સંભલ, 25, 26 ના રોજ પ્રયાગરાજ 30 ઓક્ટોબરે કાનપુર અને બહરાઈચની મુલાકાત લેશે.
બોક્સ….
યુપીની તસ્વીર બદલવાનો સંકલ્પ છે બીએસપીનો
બીએસપી પ્રમુખે ટ્વિટ કરીને કહ્યું કે બીએસપીનો સંકલ્પ કાયદા દ્વારા કાયદાનું રાજની સાથે જ યુપીની તસ્વીરને હવે બદલી નાંખવાનો છે, જેથી રાજ્ય કે દેશ નહિ પરંતુ તમામ બાળકો કહે કે સરકાર તો બહેનજીની છે. સર્વજન હિતાય અને સર્વજન સુખાય જેવી છે. બીએસપી જે કહે છે તે કરીને બતાવે છે.

રિલેટેડ ન્યૂઝ