નવરાત્રિ-રામલીલામાં બ્લાસ્ટની ફિરાકમાં 6 આતંકી ગિરફ્ત્તાર

દિલ્હી પોલીસે મહા-ભયાવહ સાજિશને અંજામ આપે તે પહેલાં ધરદબોચ્યા

મસ્કતથી પાકિસ્તાન લઈ જઈ આપી આતંકવાદીને તાલીમ
દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશ્નર નીરજ ઠાકુરે જણાવ્યું હતું કે અમારી પાસે 10 ટેકનિકલ ઈનપુટ હતા. સૌથી પહેલા મહારાષ્ટ્રના સલેમને પકડવામાં આવ્યો. બે વ્યક્તિની દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી હતી. બીજી બાજુ ઉત્તર પ્રદેશમાંથી પણ 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ પૈકી બે વ્યક્તિ મસ્કત ગયેલી. જ્યાંથી તે જહાજમાં પાકિસ્તાન ગયેલા. ત્યાં ફાર્મ હાઉસમાં રહી વિસ્ફોટકો તૈયાર કરવા અને એકે 47 ચલાવવાની 15 દિવસની તાલીમ લીધી હતી. ઠાકુરે જણાવ્યું હતું કે પાકિસ્તાથી આ તમામ મસ્કત પરત ફર્યાં. મસ્કતથી બાંગ્લા બોલનાર 15 લોકોને પાકિસ્તાન લઈ જવાયા હતા. તેમને તાલીમ આપવામાં આવી હોવાની શક્યતા છે. તેમની બે ટીમ બનાવવામાં આવી હતી. એકને અનીસ ઈબ્રાહિમ કોઓર્ડિનેટ કરતો હતો. તેનું કામ સરહદ પારથી આવતા હથિયારોને દેશના વિવિધ રાજ્યોમાં મોકલવાનું હતું અને અન્ય એક ટીમનું કામ હવાલા મારફતે ભંડોળ એકત્રિક કરવાનું હતું.

(એજન્સી)
નવીદિલ્હી તા.14
દિલ્હી પોલીસને આતંક વિરુદ્ધ અભિયાનમાં એક મોટી સફળતા મળી છે. સ્પેશિયલ સેલે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને દિલ્હીથી બે પાકિસ્તાની સહિત કુલ 6 આતંકીઓની ધરપકડ કરી છે. આ આતંકીઓના આઈએસઆઈ અને અન્ડરવર્લ્ડ મોડ્યૂલ સાથે જોડાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું કે તહેવારોની સીઝનમાં આ આતંકી દેશના અલગ-અલગ ભાગમાં આઈઈડી બ્લાસ્ટ કરવાના પ્લાનિંગમાં હતા. પોલીસે જણાવ્યું કે દશેરા અને નવરાત્રી દરમિયાન દેશમાં ધમાકો કરી શકતા હતા સાથે તેણે પાકિસ્તાનથી ટ્રેનિંગ લીધી હતી. પોલીસ પ્રમાણે આતંકીઓ બે ગ્રુપ બનાવી ઓપરેટ કરી રહ્યાં હતા અને તેનું એક જૂથ ફન્ડિંગ માટે કામ કરી રહ્યું હતું.
જાણકારી પ્રમાણે પાકિસ્તાન પ્રાયોજિત ટેરર મોડ્યૂલના બે આતંકીઓની ટ્રેનિંગ પાડોશી દેશમાં થઈ છે. આ આતંકીઓની પાસે મોટી માત્રામાં ગોળા-બારૂદ અને હથિયાર જપ્ત થયા છે. પાકિસ્તાનના આતંકીઓના નામ ઓસામા અને જિશાન જાણવા મળી રહ્યાં છે. શરૂઆતી જાણકારી સામે આવી છે કે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા ત્યાં કોઈ મોટી આતંકી ઘટનાને અંજામ આપવાનું પ્લાનિંગ હતું.
દિલ્હી પોલીસનું કહેવું છે કે ઝડપાયેલા આતંકી દેશમાં આતંકી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા. આ આતંકી વિસ્ફોટ કરવાની યોજના બનાવી રહ્યાં હતા અને સાથે ટાર્ગેટ કિલિંગ દ્વારા મોટા લોકોને નિશાન બનાવી શકતા હતા. પોલીસે જણાવ્યું કે આતંકીઓની પાસેથી આઈઈડી અને આરડીએક્સ પણ જપ્ત કરવામાં આવ્યું છે. તેમાંથી બે આતંકીઓના સંપર્ક અન્ડરવર્લ્ડ સાથે હતા.
દિલ્હી પોલીસે પત્રકાર પરિષદ કરી જણાવ્યું કે મંગળવારે સવારે એક સાથે અનેક જગ્યાએ દરોડા પાડ્યા હતા. ત્યારબાદ એક શંકાસ્પદ સમીરને મહારાષ્ટ્રથી જ્યારે બે આતંકીઓની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે આ મસ્કટના રસ્તે પાકિસ્તાનમાં ટ્રેનિંગ લેવા ગયા હતા ત્યારબાદ ભારતમાં સ્લીપર સેલની જેમ કામ કરી રહ્યાં હતા.

રિલેટેડ ન્યૂઝ