એર કવોલિટી મોનીટરીંગ સ્ટેશનો માટે એનટીપીસી દ્વારા નાણાકીય સહાય

નવી દિલ્હી,તા.27
એનટીપીસીએ હવાની ગુણવતા પર દેખરેખ અંતર્ગત સીએએ કયુએમએસ (ક્ધટીમ્યુઝ એમ્બીએન્ટ એર કવોલિટી મોનીટરીંગ સ્ટેશન)ને નાણાકીય ટેકો આપ્યો છે. એનટીપીસી લિમિટેડ ભારતનું સૌથી મોટુ પાવર ઉત્પાદક છે. તેણે સીએએ કયુએમએસને નાણાકીય ટેકો આપવા સીપીસીબી (સેન્ટ્રલ પોલ્યુશન ક્ધટ્રોલ બોર્ડ) સાથે કરારમાં સહી કરી છે.
એનટીપીસી 6 રાજયો અને ત્રણ કેન્દ્રીય ક્ષેત્રોમાં 25 સીએએ કયુએમએસના સ્થાપન માટે રૂ.80 કરોડની નાણાકીય સહાય આપશે. સીએએ કયુએમએસ ગ્વાલીયર (મધ્યપ્રદેશ), રાંચી (ઝારખંડ), પટણા (બિહાર), વારાણસી, લખનૌ, કાનપુર, અલાહાબાદ (ઉતરપ્રદેશ), પીંપરી ચિંચવડ (મહારાષ્ટ્ર), મદુરાઇ (તામિલનાડુ), ખાતે સ્થાપવામાં આવશે. આ ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશો આંદામાન, નિકોબાર, દાદરાનગર હવેલી, દીવ- દમણમાં સ્થપાશે.
આ અંગેના એમઓયુ ડો.પ્રશાંત ગર્ગવા, મંત્રી સીપીબીબી રવિ વી. બાબુ જનરલ મેનેજર પ્રકાશ તિવારી (ડાયરેકટર) વગેરે દ્વારા થયા હતા.

રિલેટેડ ન્યૂઝ