ગેહલોત જૂથના ધારાસભ્યો જેસલમેર જવા રવાના થયા

હોર્સ ટ્રેિંડગનું જોખમ વધતાં જયપુરથી શિટ કરી દૃેવાયા

જયપુર, તા. ૩૧
રાજસ્થાનના રાજકીય નાટકમાં શુક્રવારે વધુ એક એપિસોડ ઉમેરાયો છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત જૂથના ધારાસભ્યો જયપુરની જેસલમેર જવા પ્લેનમાં રવાના થઇ ગયા છે. તેઓ ૧૯ દિૃવસથી જયપુરની હોટલમાં રોકાયા હતા. વિધાનસભા સત્ર શરૂ થાય ત્યાં સુધી તેઓ અહીં જ રહેશે. રાજ્યપાલ કલરાજ મિશ્રાએ ૧૪ ઓગસ્ટે વિધાનસભા સત્ર બોલાવ્યું છે. ગેહલોતે આરોપ મૂક્યો હતો કે ધારાસભ્યોની ખરીદૃીના ભાવ વધારી દૃેવાતાં તેમણે આ પગલું ભરવું પડ્યું છે. ગેહલોતે બળવાખોરો પર પ્રહાર કરતાં કહૃાું કે જે લોકો ગયા છે તેમાંથી ખબર નહીં કેટલા લોકોએ પહેલો હપ્તો લઇ લીધો છે. ઘણાએ પહેલો હપ્તો હજુ લીધો નથી. તેમને પાછા આવી જવું જોઇએ. જે રાતથી વિધાનસભા સત્રની તારીખ નક્કી થઇ તે રાતથી ધારાસભ્યોના ફોન આવવા લાગ્યા છે. હોર્સ ટ્રેિંડગ માટે ધારાસભ્યોના રેટ વધી ગયા છે. પહેલા ૧૦, ૧૫ અને ૨૫ કરોડ િંકમત હતી , હવે અનલિમિટેડ છે. અમિત શાહે સરકાર પાડવાનો ઇરાદૃો છોડી દૃેવો જોઇએ. દૃરમિયાન, રાજસ્થાન ભાજપ પ્રમુખ સતીશ પૂનિયાએ ટ્વિટ કરીને કહૃાું કે જો કોંગે્સ સરકારને કોઇ ખતરો નથી તો ધારાસભ્યોને શા માટે કેદૃ કરવામાં આવી રહૃાા છે? સચિન પાયલટ સહિત ૧૯ બળવાખોર ધારાસભ્યો સામે આવ્યા બાદૃ મુખ્યમંત્રી ગેહલોતે તેમના ધારાસભ્યોને ૧૩ જુલાઇએ જયપુર પાસે ફેયરમોન્ટ હોટલમાં શિટ કરી દૃીધા હતા. મુખ્યમંત્રી, મંત્રીઓ તેમજ ધારાસભ્યો તેમનું કામ હોટલમાંથી જ કરી રહૃાા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હોર્સ ટ્રેિંડગથી બચવા માટે ધારાસભ્યોને જેસલમેર શિટ કરવામા આવી રહૃાા છે.

રિલેટેડ ન્યૂઝ