ચીનની અવળચંડાઇ: પ્ૌંગોગમાં વધારાની બોટ અનો સૌનિકો ગોઠવ્યા

(જી.એન.એસ)
ન્યુ દિૃલ્હી,તા.૩૧
દૃેશમાં એક તરફ કોરોનાવાયરસનો કહેર વધી રહૃાો છે તો બીજી તરફ ચીન પોતાની પૂરી તાકાતનો ખોટો ઉપયોગ કરતુ જોવા મળી રહૃાુ છે. છેલ્લા ઘણા સમયથી એલએસી પર તણાવનો માહોલ છે. જેને શાંત કરવા ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા છે. પરંતુ દૃરેક પ્રયત્નો કરવા છતા ચીન તેની ચાલાકીને વળગી રહૃાુ છે. તાજેતરમાં સામે આવી રહેલા સમાચાર મુજબ એલએસી પર બીજી ચીની ચાલ જાહેર થઈ છે.
ડિસએંગેજમેન્ટ પછી પણ, ચીન પૈંગોંગ લેકમાં પોતાની જમાવટ વધારી રહૃાું છે. ૧૪ જુલાઈએ વાતચીત બાદૃ, ચીને પૈંગોંગમાં વધારાની બોટ અને સૈનિકો ગોઠવી દૃીધા છે. વિવાદિૃત વિસ્તારમાં ચીન પોતાની તાકાતમાં વધારો કરી રહૃાું છે. પૈનગોંગ લેકમાં ચીને નવા કેમ્પ બનાવવાની શરૂઆત કરી છે. કહેવામાં આવી રહૃાું છે કે, આ કેમ્પમાં સૈન્યની વધારાની ટુકડી ગોઠવી દૃેવામાં આવી છે. આ સાથે, પૈંગોંગ લેકમાં વધુ બોટ ઉતારવામાં આવી રહી છે. સેટેલાઇટમાં ચીનની નવી ચાલાકી પકડાઇ છે. સેટેલાઇટની તસવીરમાં જોવા મળી રહૃાું છે કે ચીન પૈંગોંગ લેકમાં પોતાની તાકાતમાં વધારો કરી રહૃાું છે.જ્યારે ૨૯ જુલાઇની સેટેલાઇટ તસવીરોને જોયા બાદૃ જાણવા મળ્યું કે ચીની આર્મી પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) નેવી િંફગર-૫ અને િંફગર-૬ માં પડાવ લગાવેલ છે. િંફગર-૫ પર પીએલએની ત્રણ બોટ અને િંફગર-૬ પર પીએલએની ૧૦ બોટ દૃેખાઇ. દૃરેક બોટમાં ૧૦ જવાન છે.

રિલેટેડ ન્યૂઝ