રૈના બાદCSK માંથી હરભજન પણ ‘આઉટ’!

(જી.એન.એસ.) ન્યુ દિૃલ્હી,તા.૪
કોરોના મહામારીમાં આઈપીએલનું આયોજન યુએઈમાં કરવામાં આવ્યું છે. પણ અહીં સીએસકે માટે એક બાદૃ એક આંચકારૂપ સમાચાર સામે આવી રહૃાા છે. અગાઉ સીએસકેના સભ્યોને કોરોના પોઝિટિવ હોવાની વાત, બાદૃમાં સુરેશ રૈનાનું આઈપીએલ છોડી જવાની વાત હોય, તેવામાં હવે સીએસકેને વધુ એક ઝાટકો લાગ્યો છે. હરભજન િંસહે અંગત કારણોને કારણે આઈપીએલમાંથી બહાર થવાનો નિર્ણય કર્યો છે. ભારતમાં વધતાં કોરોના વાયરસના મામલાઓને કારણે ઈન્ડિયન પ્રિમિયર લીગની ૧૩મી સિઝન ૧૯ સપ્ટેમ્બરથી શરૂ થવાની છે. પણ હજુ સુધી તેનો કોઈ કાર્યક્રમ જાહેર કરાયો નથી. તેવામાં સીએસકે માટે વધુ એક આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. અગાઉ માતાની ખરાબ તબિયતને કારણે હરભજન િંસહે સીએસકે સાથે ટ્રેિંનગમાં નહીં જોડાવાનો નિર્ણય કર્યો હતો.
જે બાદૃથી જ ચર્ચાઓ ચાલતી હતી કે હરભજન િંસહ આ વખતે આઈપીએલમાં નહીં રમે. પણ આજે હરભજને તમામ ચર્ચાઓ પર પુર્ણ વિરામ મુકતાં સીએસકેને પોતાના નિર્ણયની જાણકારી આપી હતી. અંગત કારણો રજૂ કરીને આઈપીએલ ન રમવાનો નિર્ણય હરભજન િંસહે કર્યો છે. અગાઉ સુરેશ રૈના પણ અંગત કારણોસર આઈપીએલ છોડીને દૃુબઈથી ભારત પરત ફર્યો હતો. તો હરભજનને ૧ સપ્ટેમ્બરથી સીએસકે સાથે જોડાવાનું હતું. પણ તે સમયે હરભજન ટીમ સાથે જોડાયો ન હતો. અને યુએઈ માટે પણ રવાના થયો ન હતો.
ત્યારે ખબર હતી કે હરભજન બાદૃમાં ટીમ સાથે જોડાશે. પણ હવે તેણે આઈપીએલમાંથી હટવાનું મન બનાવી લીધું હતું. સીએસકેના બે ખેલાડીઓ અને અમુક સપોર્ટ સ્ટાફ કોવિજ ૧૯ પોઝિટિવ આવ્યા હતા. અને આ જ કારણે ટીમનો ક્વોરન્ટીન સમય વધારીદૃેવામાં આવ્યો છે. અને તેને કારણે ટીમનું ટ્રેિંનગ શિડ્યુલ પણ સમય મુજબ ચાલી રહૃાું નથી. જો કે, બાદૃમાં તમામ પ્લેયર્સનો રિપોર્ટ કોરોના નેગેટિવ આવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ